Home દેશ - NATIONAL કોરોનાનો ‘XE’ વેરિઅન્ટ અંગે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાનનું આપ્યું એવું નિવેદન કે,……

કોરોનાનો ‘XE’ વેરિઅન્ટ અંગે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાનનું આપ્યું એવું નિવેદન કે,……

65
0

(જી.એન.એસ),તા.૦૭
મહારાષ્ટ્ર
કોરોના વાયરસનો ફેલાવો અટકવાનું નામ નથી લઈ રહ્યો અને તેવામાં ભારતમાં કોરોનાના ‘XE’ પ્રકારનો વેરીઅંતનો પ્રથમ કેસ મુંબઈમાં મળી આવ્યા પછી વિશ્વમાં હજુ આના કેટલા કેસો રહ્યા છે તેની કોઈ પુરતી માહિતી હાજર નથી. કોરોનાની આ લડાઈમાં કોરોનાના એક વેરિઅન્ટથી તો હજુ પૂરી થતી નથી કે બીજા વેરિઅન્ટનો ખતરો વધવા લાગ્યો છે. વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને ચીન અને યુરોપના ઘણા ભાગોમાં દૈનિક કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન ભારતમાં કોરોનાના ‘XE’ પ્રકારનો પ્રથમ કેસ મુંબઈમાં મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વૈજ્ઞાનિકોએ તેમના તાજેતરના રિપોર્ટમાં લોકોને કોરોનાના નવા ઉભરતા ખતરા XE વેરિઅન્ટ વિશે ચેતવણી આપી હતી. આ વેરિઅન્ટ Omicron, BA.1 અને BA.2ના બે વેરિઅન્ટથી બનેલું છે. આ નવા XE વેરિઅન્ટ વિશે, મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું છે કે, આરોગ્ય વિભાગ ‘XE’ વેરિઅન્ટ પર કોઈ પુષ્ટિ કરી શક્યું નથી. કારણ કે હજુ સુધી NIBનો રિપોર્ટ નથી. જનતાને અપીલ કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ અંગે ગભરાવાની જરૂર નથી. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ કોવિડનું ‘XE’ પ્રકાર ઓમિક્રોન વેરિઅન્ટ કરતા 10 ટકા વધુ ચેપી છે. વધુમાં તેણે કહ્યું કે,રિપોર્ટ આવ્યા બાદ જ અમે તેના વિશે વિગતવાર વાત કરીશું.ઉલ્લેખનીય છે કે, બુધવારે Omicron વેરિઅન્ટના સબ XE વેરિઅન્ટનો પહેલો કેસ મુંબઈમાં જોવા મળ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સંક્રમિત વ્યક્તિની હાલત નાજુક નથી. આ વેરિઅન્ટના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી, ચામડીમાં બળતરા, પેટમાં અસ્વસ્થતા વગેરેનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં આ નવા વેરિઅન્ટના માત્ર 600 કેસ સામે આવ્યા છે. ઉપરાંત XE વેરિઅન્ટ વધુ ગંભીર હોવાના હજુ સુધી કોઈ પુરાવા નથી. તે ઓમિક્રોનના તમામ પ્રકારોથી બનેલું છે. જો કે ઓમિક્રોનની સ્થિતિ બહુ ગંભીર જોવા મળી નહોતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભાને અનિશ્ચિત સમય માટે સ્થગિત કર્યા બાદ ૧3 બિલ પસાર થયા છે : ઓમ બિરલા
Next articleવડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત વિપક્ષના નેતાઓ સાથે કરી મુલાકાત