Home મનોરંજન - Entertainment કોમેડિયન એક્ટરનું ટ્રાન્સફોર્મેશન જોઇને ચોંકી ઉઠ્યા ફેન્સ

કોમેડિયન એક્ટરનું ટ્રાન્સફોર્મેશન જોઇને ચોંકી ઉઠ્યા ફેન્સ

21
0

(GNS),09

ફેમસ કોમેડિયન એક્ટર મનીષ પોલ આ દિવસોમાં ઘણાં ચર્ચામાં રહે છે. જો કે આ પાછળનું એક માત્ર કારણ વેટ લોસ બોડી ટ્રાન્સફોર્મેશન છે. તમને જણાવી દઇએ કે મનીષ પોલે માત્ર ત્રણ અઠવાડિયામાં દસ કિલો વજન ઉતારી દીધુ છે. મનીષ પોલ આ દિવસોમાં શાનદાર બોડી ટ્રાન્સફોર્મેશન કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. મનીષ પોલને તમે બે વાર જોશો તો પણ નહીં ઓળખી શકો એવું મસ્ત બોડી કરી દીધુ છે. મનીષ પોલે આ રિલેટેડ એક વિડીયો પણ સેલિબ્રિટી ફિટનેસ કોચ પ્રવીણ નાયરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આમ, તમને જણાવી દઇએ કે મનીષ પોલ ફિટનેસ કોચ પ્રવીણ નાયર પાસેથી છેલ્લા બાર વર્ષથી ટ્રેનિંગ લઇ રહ્યા છે. જો કે મનીષ પોલે એમની વેબ સિરીઝ રફુચક્કરમાં એમના રોલ માટે વજન વધાર્યુ હતુ. જેમના કોચની મદદથી માત્ર 21 દિવસમાં વજન ઓછુ કરી દીધુ છે. પ્રવિણ નાયરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને વિડીયોમાં મનીષ પોલના ટ્રાન્સફોર્મેશનના સિક્રેટ વિશે વાત કરી છે.

પ્રવિણ આ વિશે જણાવે છે કે મનીષ પોલે એમની વેબ સિરીઝ રફુચક્કર માટે વજન વધાર્યુ હતુ. જેનું શૂટિંગ પૂરું થયા પછી એમને દસ કિલો વજન ઘટાડી દીધુ છે. આ માટે મનીષ દિવસમાં બે વાર એક્સેસાઇઝ કરતા હતા જેમાં એક ટાઇમમાં કાર્ડિયો અને બીજી વાર વેટ ટ્રેનિંગ કરાવવામાં આવતી હતી. પ્રવીણ અનુસાર એમના માટે આ એક મોટો પડકાર હતો કે મનીષે એમની વેબ સિરીઝ રફુચક્કર માટે પહેલા વજન વધાર્યુ હતુ. પછી ત્રણ અઠવાડિયાની અંદર પોતાને બેસ્ટ રોલમાં જોવા ઇચ્છતા હતા. એક કોચના રૂપમાં સૌથી પહેલા ટાઇમ, લક્ષ્ય, કેલરી ઇનટેક અને કેલરી આઉટપુટને ધ્યાનમાં રાખીને પોલની સાથે બેસીને પૂરી રીતે રોડ મેપ સમજાવ્યો હતો. જ્યારે આ વિશે જાણવા મળ્યુ તો લાગ્યુ કે આ સરળ નથી, પરંતુ મનીષ એક વાર જે નક્કી કરે એ કરીને રહે છે જેના કારણે એ બેસ્ટ સાબિત થાય છે. મનીષના કોચે લખ્યુ હતુ કે શાનદાર બોડી ટ્રાન્સફોર્મેશન એમની મહેનત, લગન અને ડાયટને કારણે છે. આ માટે બહુ મહેનત કરી અને ત્રણ અઠવાડિયામાં લક્ષ્ય મેળવવા માટે મનોબળ મક્કમ કર્યુ. ઉલ્લેખનીય છે કે પ્રવીણ નાયર કાર્તિક આર્યન, ગુરમીત ચૌધરી અને રેમો ડિસુજા જેવા અનેક સ્ટાર્સના કોચ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાર્બી ડોલ લુકમાં મોંની રોયની તસ્વીરો થઇ વાયુવેગે વાઈરલ
Next articleએસ જયશંકરે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ફોર્મ ભર્યુ