Home મધ્ય ગુજરાત અમદાવાદ કોંગ્રેસ દિવાળી પહેલા 50 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી શકે!…

કોંગ્રેસ દિવાળી પહેલા 50 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી શકે!…

42
0

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી દીધી છે. કુલ 41 ઉમેદવારો જાહેર કરી દેવાયાં છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ તરફથી હજી ઉમેદવારોની જાહેરાત કરાઈ નથી. ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે સ્ક્રીનીંગ સમીતીની બેઠક યોજી છે. દિવાળી પુર્વે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાના સંકેત છે. કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીના ચેરમેન રમેશ ચેન્નીથલાની હાજરીમાં બે દિવસની બેઠક શરૂ કરવામાં આવી હતી. પાર્ટીએ અગાઉ જ દાવેદારોની અરજી મંગાવી લીધી હતી. 182 બેઠકો માટે જુદા-જુદા વિસ્તારોમાંથી 900થી વધુ નેતાઓ-આગેવાનોએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી.

નિરીક્ષકોએ તમામ દાવેદારોને રૂબરૂ સાંભળીને રીપોર્ટ સોંપી દીધો હતો. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર નહીં કરે. કોંગ્રેસમાં ક્યારેય ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીનું નામ જાહેર કરાતું નથી. ઉમેદવારોની જાહેરાતની વાત કરીએ તો આગામી સમયમાં ત્રણથી ચાર તબક્કામાં ઉમેદવારો જાહેર કરાશે અને પ્રથમ યાદી દિવાળી પહેલાં જાહેર થઈ જશે. કોંગ્રેસે પણ બેઠકવાઈઝ સર્વે કરાવ્યો હતો અને તેના આધારે દાવેદારોના નામોની સ્કૂટીની કરવામાં આવી હતી. સ્ક્રીનીંગ કમીટી હવે પેનલમાં પેશ થયેલા નામોના આધારે ચર્ચા વિચારણા કરીને યાદી તૈયાર કરશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 50 જેટલી બેઠકોમાં સીંગલ નામો છે.

જયારે અન્ય 130 જેટલી બેઠકોમાં બે થી ચાર નામોની પેનલ બનાવવામાં આવી છે. સીંગલ નામ ધરાવતી બેઠકો પર ઝડપથી ઉમેદવાર જાહેર કરવાની રણનીતિ ઘડાઈ છે. આગામી 15થી20 ઓકટોબર દરમ્યાન 50 જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. આ યાદીમાં કેટલાંક ધારાસભ્યોના નામો પણ સામેલ હોઈ શકે છે.કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્માએ એવું જાહેર કર્યુ છે કે બે-ચાર ધારાસભ્યોને બાદ કરતા કોંગ્રેસ અન્ય તમામને ટીકીટ આપશે.ચાર તબકકામાં તમામ 182 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે.

ઉમેદવાર પસંદગી માટે સ્ક્રીનીંગ કમીટીની બેઠક યોજાતાની સાથે જ કોંગ્રેસના ચૂંટણી દાવેદારોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.પ્રક્રિયા આગળ ધપવાની સાથે જ અનેક દાવેદારોએ વગનો ઉપયોગ કરવા સહિતના પ્રયત્નો શરૂ કર્યા છે. જો કે, કોંગ્રેસે જીતી શકે તેવા આગેવાનોને જ ઉમેદવાર બનાવવાનું સ્પષ્ટ કરી દીધુ છે.

સૂત્રોએ કહ્યું કે ઉમેદવારો-દાવેદારોની પેનલ બનાવવામાં દાવેદારની વ્યક્તિગત લોકપ્રિયતા, જીતવાની તાકાત, વફાદારી તથા સામાજીક સમીકરણોને ધ્યાને લેવામાં આવ્યા છે. કોંગ્રેસે કરાવેલા આંતરિક સર્વેના રિપોર્ટને પણ લક્ષ્યમાં લેવાયો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજામકંડોરણામાં પીએમઓ-સીએમઓ રૂમ તૈયાર, સેફ હાઉસ ઊભું કરાશે,43 અધિકારીના ઓર્ડર કરાયા
Next articleપત્નીએ એટીએમ કાર્ડ નહીં આપતાં પતિએ એસિડ ફેંકયું