Home ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૨૨,૨૩ જૂને ગુજરાત આવે તેવી શક્યતા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૨૨,૨૩ જૂને ગુજરાત આવે તેવી શક્યતા

476
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨
લોકસભાની ચૂંટણી જીતવા અત્યારથી ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે કાર્યકરોને અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 22 અને 23 જૂને અમદાવાદ આવે તેવી શક્યતા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આમંત્રણને સ્વિકારી રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસીય મુલાકાત લેશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જેમાં તેઓ વિવિધ સમાજના આગેવાનો, વેપારી મહામંડળના પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો સાથે તબક્કાવાર બેઠકો યોજશે.
હાલ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે છે તેથી પરત ફરે પછી જ કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનની રચના બાદ લોકસભાના ઉમેદવારની શોધખોળ કરવાની કવાયત હાથ ધરવા નક્કી કર્યું છે.
આ વખતે સંગઠનના હોદ્દેદારો જ નહીં, મતવિસ્તારની જનતાનો અભિપ્રાય લઈને ઉમેદવારની પસંદગી કરવા સ્ટ્રેટેજી ઘડવામાં આવી છે. ગત વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે એક પણ બેઠક મળી નહોતી. આ વખતે કોંગ્રેસ માટે સારું ચિત્ર સર્જાયું છે.
વિધાનસભામાં બેઠકો વધી છે તે જોતાં કોંગ્રેસને ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. આ કારણોસર કોંગ્રેસે પણ પ્રજાલક્ષી કામ કરનાંરા દાવેદારોને ટિકીટ આપવા મન બનાવ્યું છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ વખતે કોંગ્રેસના ઉમેદવારો લોકોની પસંદગીના હશે અને દરેક મતવિસ્તારમાં દાવેદારો વિશે અભિપ્રાય લેવામાં આવશે. ઉમેદવારોની પસંદગી માટે સિલેક્શન કમિટી પણ બનાવવામાં આવશે. કેટલાંક ધારાસભ્યો હવે સંસદસભ્ય બનવા ઈચ્છુક છે તેથી તેમને પણ ધ્યાનમાં લેવાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારના ચાર લોકોના મોત
Next article૨૦૧૯માં મોદીના વિજય રથને રોકવા કોંગ્રેસ-આપ હાથ મિલાવશે…!!?