રાહુલ વિરૂદ્ધ કોઈ કેન્ડિડેટ નહી ભરે નોમિનેશન, અધ્યક્ષ પદે નહેરૂ-ગાંધી પરિવારના છઠ્ઠા સભ્ય હશે રાહુલ
(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.4
કોંગ્રેસ પ્રેસિડન્ટ પોસ્ટ માટેની ચૂંટણી અંતર્ગત રાહુલ ગાંધીએ સોમવારે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું છે. જે અંતર્ગત રાહુલે નોમિનેશનનો પ્રથમ સેટ ફાઈલ કર્યો છે. એક અંદાજે 90 સેટ ફાઈલ કરવામાં આવશે. અહેમદ પટેલ, તરૂણ ગોગોઈ, કમલનાથ, અહેમદ પટેલ, અશોક ગહેલોત, મોતીલાલ વોરા પ્રસ્તાવક બન્યાં છે. ઉમેદવારી પત્રક ભર્યાં પૂર્વે રાહુલ ગાંધી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. માનવામાં આવે છે કે ચૂંટણીમાં રાહુલ એકલાં જ ઉમેદવાર રહેશે. સોમવારે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ છે. રવિવાર સુધી કોઈએ પણ ઉમેદવારી પત્રક ભર્યું નથી. 5 ડિસેમ્બર તેની સ્ક્રૂટની થશે. જો રાહુલ વિરૂદ્ધ કોઈ કેન્ડિડેટ પોતાનું નોમિનેશન ફાઈલ નહીં કરે તો પાંચ ડિસેમ્બરે જ નક્કી થઈ જશે કે તેઓ જ કોંગ્રેસના આગામી પ્રેસિડન્ટ હશે. આવું થયું તો આ પદ પર પહોંચ્વાવાળા તેઓ નેહરૂ-ગાંધી પરિવારના છઠ્ઠા સભ્ય હશે.
રવિવારે પાર્ટી પ્રેસિડન્ટની ચૂંટણીને લઈને જોડાયેલી પ્રોસેસ અને 47 વર્ષના કોંગ્રેસ વાઇસ પ્રેસિડન્ટ રાહુલના નોમિનેશનને લઈને પાર્ટી હેડક્વાર્ટરમાં મીટિંગ થઈ હતી. પાર્ટીના સેન્ટ્રલ ઈલેકશન ઓથોરિટી ચેરમેન મુલાપલ્લી રામચંદ્રન અને તેના મેમ્બર મધુસૂદન મિસ્ત્રીએ પણ ભાગ લીધો. બંને નેતાઓએ રાજ્યોના રિટર્નિગ ઓફિસર્સને ચૂંટણી પ્રક્રિયા અંગેની જાણકારી આપી. દરેક રાજ્યની યુનિટના 10 ડેલિગેટ્સને નોમિનેશન પેપર્સના એક-એક સેટ મોકલવાનું કહેવામાં આવ્યું છે જેમાં રાહુલને અધ્યક્ષ બનાવવાના પ્રસ્તાવ હોય. કોંગ્રેસના પ્રમુખ માટે રાહુલ ગાંધી નોમિનેશનનો પ્રથમ સેટ ફાઈલ કર્યો છે. જેમાં અહેમદ પટેલ, તરૂણ ગોગોઈ, કમલનાથ, અહેમદ પટેલ, અશોક ગહેલોત, મોતીલાલ વોરા સહિતના વરિષ્ઠ નેતાઓ પ્રસ્તવાક બન્યાં છે. એક અંદાજે 90 સેટ ફાઈલ કરવામાં આવશે, જેમાં 10-10 પ્રસ્તાવક હશે.
કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલની તાજપોશીની જાહેરાત 5 ડિસેમ્બરે થઈ શકે છે. આવું એટલા માટે શક્ય છે કેમકે આ વાતની સંભાવના નહીંવત છે કે રાહુલની સામે કોંગ્રેસનો કોઈ બીજો નેતા મેદાનમાં ઉતરે. 1થી 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રક ભરવાનું નક્કી હતું. 5મી તે અંગેની સ્ક્રૂટની થશે. એકથી વધુ ઉમેદવારી પત્રક હોવા પર 16મી વોટિંગ અને 19મીનાં રોજ પરિણામ જાહેર થશે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ રાહુલ વિરૂદ્ધ કોઈ જ ચૂંટણીમાં ઊભું નહીં રહે. એવામાં 5 ડિસેમ્બરે જ રાહુલ ગાંધીના નામની જાહેરાત થઈ જશે. અધ્યક્ષ પદે વરણી થશે તેવાં રાહુલ, નહેરૂ-ગાંધી પરિવારના છઠ્ઠા શખ્સ હશે.
7 વર્ષ પછી પાર્ટીમાં ચૂંટણી થઈ રહી છે. અધ્યક્ષ બનનારા રાહુલ ગાંધી નહેરૂ-ગાંધી પરિવારના છઠ્ઠા સભ્ય હશે. 132 વર્ષથી ચાલતી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદે નહેરૂ-ગાંધી પરિવારના સભ્યો 44 વર્ષ સુધી રહ્યાં. પરિવારમાં પંડિત નહેરૂ સૌથી ઓછી 40 વર્ષ ઉમરે તો સોનિયા સૌથી વધુ 52 વર્ષની વયે અધ્યક્ષ બન્યાં. જાન્યુઆરી, 2013માં કોંગ્રેસ ઉપાધ્યક્ષ તરીકે રાહુલની વરણી થઈ હતી. જે બાદ કોંગ્રેસ લગભગ 27 ચૂંટણીઓ હારી છે.
રાહુલની પહેલાં કોંગ્રેસમાં બે વધુ ઉપાધ્યક્ષ રહ્યાં પરંતુ ક્યારેય પીએમ ન બન્યાં કોંગ્રેસમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનનારા રાહુલ ત્રીજા નેતા છે. તેમની પહેલાં ઉપાધ્યક્ષ રહેલાં બે નેતાઓના પોલિટિકલ કેરિયર વધુ ઉંચાઈએ ન પહોંચી શક્યું. 1986માં અર્જુન સિંહ અને 1997માં જીતેન્દ્ર પ્રસાદ આ પદ પર રહ્યાં હતા પરંતુ રાજકીય ક્ષેત્રે બંને કોઈ રાજકીય ઉંચાઈ પહોંચી શક્યા ન હતા.
સોનિયા કોંગ્રેસમાં મુખ્ય સંરક્ષકની ભૂમિકામાં રહી શકે છે. પાર્ટીના નેશનલ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ 20 નવેમ્બરે કહ્યું હતું કે, “સોનિયા નેતા અને માર્ગદર્શક છે. તેમનું કુશળ નેતૃત્વ અને દિશા-નિર્દેશ હંમેશા ઉપલબ્ધ રહેશે.”
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.