Home દેશ - NATIONAL કોંગી નેતા અહેમદ પટેલ અને પરિવાર વિરૂદ્ધ EDની તપાસના ભણકારા

કોંગી નેતા અહેમદ પટેલ અને પરિવાર વિરૂદ્ધ EDની તપાસના ભણકારા

445
0

(S.yuLk.yuMk)દિલ્હી,íkk.29
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેક મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેમના વિરૂદ્ધ ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED) પર તપાસ હાથ ધરે તેવી શક્યતા. અહેમદ પટેલ ઉપરાંત તેમના પુત્ર ફૈઝલ પટેલ અને જમાઈ ઈરફાન સિદ્દીકી વિરૂદ્ધ પણ ઈડીની તપાસ હાથ થઈ શકે છે. મની લૉન્ડ્રિંગના એક કેસમાં ઈડીની તપાસમાં એક કોર્પોરેટ એક્ઝિક્યુટિવે આ તમામ લોકોના નામ આપ્યાં છે.
સંદેસરા ગ્રુપના એક્ઝિક્યુટિવ સુનીલ યાદવે ઈડીને આપેલા લેખિત નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે, આ ગ્રુપના માલિક ચેતન સંદેસરા અને તેના સહયોગી ગગન ધવને સિદ્દીકીને મોટા પ્રમાણમાં પૈસા આપ્યાં હતાં. યાદવે ઈડીને એ પણ જણાવ્યું હતું કે, તેમણે ફૈઝલ પટેલના ડ્રાઈવરને પૈસા આપ્યાં હતાં અને તેની ડિલિવરી ચેતન ચંદેસરા તરફથી અહેમદ પટેલના પુત્રને કરવામાં આવનાર હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ અને તેમના પરિવાર વિરૂદ્ધ મની લૉન્ડ્રિંગને લઈને સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. કોર્પોરેટ એક્ઝિક્યુટિવ સુનીલ યાદવે ઈડીને આપેલા પોતાના લેખિત નિવેદનમાં સનસનાટી ભર્યા ખુલાસા કર્યા છે. નિવેદનમાં જણાવ્યા અનુંસાર, ચેતન ચંદેસરા અવારનવાર અહેમદ પટેલના ઘર (23, મધર ક્રેસેંટ, નવી દિલ્હી) પર જતાં હતાં અને સંદેસરા દ્વારા તેને ‘હેડક્વાર્ટ્સર 23’ નામ આપવામાં આવ્યું હતું. ઈરફાન સિદ્દીકીને સંદેસરા જે2 અને ફૈઝલ પટેલને જે1 ના નામથી બોલાવતા હતાં. યાદવે વધુમાં ઉમેર્યું હતું કે, ચેનત સંદેસરા અને ધવન મોટી રકમ લઈને ઈરફાન સિદ્દીકીને પહોંચાડતા હતાં.
ઈડીએ યાદવનું નિવેદન પ્રિવેંશન ઓફ મનીએ લૉન્ડ્રિંગ એક્ટના સેક્સન 50 અંતર્ગત રેકોર્ડ કર્યું છે. જેને ન્યાયિક કાર્યવાહી માનવામાં આવ્યું છે અને કોર્ટમાં પુરાવા તરીકે સ્વિકાર્ય પણ છે. જાણીતા સમાચાર પત્રએ યાદવનું લેખિત નિવેદન જોયું હોવાનો પણ દાવો કર્યો છે. જોકે, ઈડીના અધિકારીઓએ આ મામલે હાલ કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો છે. ઈડીએ સમન પાઠવ્યા છતાં ચેતન સંદેસરા હજી સુધી તપાસ એજન્સી સામે હાજર થયા નથી. જ્યારે ગગન ધવનની ધરપકડ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field