(GNS),03
ધ કેરાલા સ્ટોરી ફિલ્મમાં અદા શર્માની અદાકારીના વખાણ થઈ રહ્યા છે. પિડીત મહિલાના સંઘર્ષ અને યાતનાને ફિલ્મમાં જીવંત બનાવનારી અદાએ ફિલ્મના શૂટિંગ દરમિયાનના ચોંકાવનારા ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં અદાએ જણાવ્યું છે કે, ફિલ્મમાં તરડાયેલા હોઠ અને ઉઝરડા માટે -૧૬ ડિગ્રી ઠંડીમાં ૪૦ કલાક તરસી રહી હતી. ધ કેરાલા સ્ટોરીમાં આ લૂક માટે અદાના શરીર પર ઉઝરડા અને થાકના લક્ષણો દેખાય તે જરૂરી હતું. કોઈપણ મેક અપ વગર પોતે આ લૂક મેળવ્યો હતો. અદાએ જણાવ્યું હતું કે, એક્ટર તરીકે પોતાની જાતને માનસિક અને શારીરિક રીતે આટલી હદે તૈયાર કરવામાં આનંદ આવે છે.
ફિલ્મના કેરેક્ટરને તાદૃશ બનાવવા માટે આ પરિશ્રમ કર્યો હતો. હકીકતમાં હું ખાવાની શોખીન છું અને દિવસ દરમિયાન પાંચેક લીટર પાણી પીવા જોઈએ છે. તેથી -૧૬ ડિગ્રીમાં ૪૦ કલાક તરસ્યા રહેવાનું અઘરું હતું. જો કે મન મક્કમ કરવામાં આવે તો કંઈ પણ શક્ય છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદી કેમ્પમાંથી નાસી છૂટ્યા બાદ પીડિતાની હાલત કેવી હતી તે સમજાવવાની અદાની ઈચ્છા હતી. તેણે પોતાના કેરેક્ટરને આબેહૂબ દર્શાવવા માટે ૪૦ કલાક સુધી પાણી પીધુ ન હતું. -૧૬ ડિગ્રી ઠંડીમાં ઓક્સીજનનું સ્તર ઘણું નીચું હતું. યુનિટના ઘણાં સભ્યોને અદાની ચિંતા હતી. જો કે અદાએ પોતાના કેરેક્ટરને પડદા પર જીવંત કરી બતાવ્યું. ધ કેરલ સ્ટોરીની રિલીઝ બાદ અદાની બે ફિલ્મો આવી રહી છે. કમાન્ડો અને ધ ગેમ ઓફ ગિરગિટ એન્ડ ટિબ્બાનું શૂટિંગ તેણે પૂરું કર્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.