Home દેશ - NATIONAL કેરળના આરોગ્ય વિભાગે એર્નાકુલમ જિલ્લામાં નોરોવાયરસના બે પોઝિટીવ કેસની પુષ્ટિ કરી

કેરળના આરોગ્ય વિભાગે એર્નાકુલમ જિલ્લામાં નોરોવાયરસના બે પોઝિટીવ કેસની પુષ્ટિ કરી

46
0

કેરળના આરોગ્ય વિભાગે સોમવારે એર્નાકુલમ જિલ્લામાં નોરોવાયરસના બે કેસની પુષ્ટિ કરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ધોરણ 1 ના બે વિદ્યાર્થીઓ નોરોવાયરસ માટે પોઝિટિવ આવ્યા છે. બંને વિદ્યાર્થીઓમાં ઝાડા અને ઉલ્ટીના લક્ષણો જોવા મળ્યા હતા, જે બાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તપાસમાં ઈન્ફેક્શનની પુષ્ટિ થઈ છે.

જિલ્લાના એક વરિષ્ઠ તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે શાળાના 62 વિદ્યાર્થીઓ અને કેટલાક વાલીઓ રોગના લક્ષણો ધરાવતા જણાયા હતા, જેના પગલે રાજ્યની જાહેર પ્રયોગશાળામાં પરીક્ષણ માટે બે નમૂના મોકલવામાં આવ્યા હતા, જે પોઝિટિવ આવ્યા હતા. ગયા વર્ષે પણ જૂન અને નવેમ્બર મહિનામાં, કેરળમાં નોરોવાયરસના કેસ નોંધાયા છે.

નોરોવાયરસ એ એક વાયરલ રોગ છે જે વૈશ્વિક સ્તરે ગેસ્ટ્રોએન્ટેરિટિસનું સૌથી સામાન્ય કારણ છે. ઉભરતા પુરાવા સૂચવે છે કે નોરોવાયરસ ચેપ આંતરડાની બળતરા, કુપોષણ સાથે સંકળાયેલ છે અને તે લાંબી માંદગી તરફ દોરી શકે છે. વૈશ્વિક સ્તરે, વાર્ષિક ધોરણે નોરોવાયરસના અંદાજિત 685 મિલિયન કેસો છે, જેમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના 200 મિલિયન કેસોનો સમાવેશ થાય છે.

નોરોવાયરસ કેવી રીતે ફેલાય છે અને તેના લક્ષણો શું છે? તે.. પણ જાણો.. નોરોવાયરસ દૂષિત પાણી, દૂષિત ખોરાક અને ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક દ્વારા ફેલાય છે. તેના પ્રારંભિક લક્ષણોમાં ઉલ્ટી અને ઝાડાનો સમાવેશ થાય છે. વાયરસના સંપર્કમાં આવ્યા પછી એક કે બે દિવસમાં ચેપગ્રસ્ત વ્યક્તિને ઉલ્ટી અને ઝાડા થવા લાગે છે. દર્દીને ઉબકા આવે છે અને પેટમાં દુખાવો, તાવ, માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો થાય છે.

શું જાણો છો નોરોવાયરસ 60 ડિગ્રી તાપમાનમાં પણ જીવિત રહી શકે છે? .. જાણો કેવી રીતે.. આ વાયરસ વ્યક્તિને વારંવાર તેનો શિકાર બનાવી શકે છે કારણ કે તેના ઘણા પ્રકારો છે. જંતુનાશકો પણ આ વાયરસ પર કામ કરતા નથી અને તે 60 ડિગ્રી તાપમાનમાં પણ જીવી શકે છે. મતલબ કે પાણી ઉકાળીને કે ક્લોરીન નાખીને આ વાયરસને મારી શકાતો નથી. હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવા છતાં આ વાયરસ જીવતો રહી શકે છે.

નોરોવાયરસને રોકવાની રીતો કઈક આ પ્રકારે છે?.. નોરોવાયરસ ચેપ જીવન માટે જોખમી નથી, પરંતુ તેમ છતાં બાળકો અને વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ચેપ અને વધુ પડતી ઉલ્ટી અને ઝાડાને કારણે તેમની સ્થિતિ ગંભીર બની શકે છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને કહ્યું કે નોરોવાયરસથી બચવા માટે વ્યક્તિએ નિયમિતપણે હાથ ધોવા જોઈએ. ઉપયોગ કરતા પહેલા ફળો અને શાકભાજીને ગરમ પાણીમાં સારી રીતે ધોવા જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleG20 અંતર્ગત ગુજરાતની પ્રથમ ઈવેન્ટ- B20 ઇન્સેપ્શન મીટીંગનો ગાંઘીનગર માં પ્રારંભ
Next articleદિલ્હીમાં આતંકવાદી ગતિવિધિઓના ઇનપુટને લઇ 15 ફેબ્રુઆરી સુધી ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો