Home દેશ - NATIONAL કેન્દ્ર સરકારે કિસાનો માટે મોટી જાહેરાત કરી

કેન્દ્ર સરકારે કિસાનો માટે મોટી જાહેરાત કરી

31
0

(જી.એન.એસ),તા.૧૮
નવીદિલ્હી

Farmers – ( This Image is Use Symbolic Type ) – From Google Images


કેન્દ્ર સરકારે કિસાનો માટે મોટી જાહેરાત કરી છે. કેબિનેટે ઓછા સમયગાળાની લોન સમયસર ચુકવનાર કિસાનો માટે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમને યથાવત રાખી છે. તેવામાં જે કિસાનોએ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન શોર્ટ ટર્મ માટે લીધી છે, તેને વ્યાજમાં ૧.૫ ટકાની છૂટ મળશે. તે માટે સરકારે બજેટમાં ૩૪૮૪૬ કરોડ રૂપિયાની જાેગવાઈ કરી છે. ઇન્ટરેસ્ટ સબવેન્શન, એટલે કે લોનનું વ્યાજ ચુકાવવા પર કિસાનોને દોઢ ટકાની છૂટ મળશે, તેની ભરપાઈ માટે સરકાર આ ચુકવણી સીધી લોન આપનારી બેન્ક અને સહકારી સંસ્થાઓને કરશે. સરકાર તરફથી સહકારી સમિતિઓ અને બેન્કો દ્વારા કિસાનોને ઓછા વ્યાજ પર શોર્ટ અને લોન્ગ ટર્મ માટે લોન આપવામાં આવે છે. આ લોનને ઘણા કિસાન સમય પર ચુકવી દે છે અને જ્યારે ઘણા કિસાન કોઈ કારણોસર લોન ચુકવી શકતા નથી. તેવામાં જે કિસાન સમય પર લોન ચુકવી આપે છે, તેવા કિસાનો માટે વ્યાજ અનુદાન યોજના અનુદાન એટલે કે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમનો ફાયદો મળશે. તમને જણાવી દઈએ કે હાલ સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ઓછા વ્યાજે લોન આપે છે. જે કિસાનોની પાસે ક્રેડિટ કાર્ડ નથી તે પોતાના ક્ષેત્રમાં જઈને પોતાનું કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી શકે છે. જાે કોઈ કિસાન, કિસાન ક્રેડિટ કાર્ટ દ્વારા લોન લે છે તો તેને ૪ ટકાના વ્યાજ દર પર ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળી જાય છે. એટલું જ નહીં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિનો પણ ફાયદો મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનમાં ધ લેજેન્ડ ઓફ મૌલા જાટ સૌથી મોંઘી ફિલ્મ
Next articleદિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ડબલ થવા લાગી