Home ગુજરાત કેન્દ્ર સરકારના નિર્ણયો કોમનમેન બાઉન્સ કેમ કરે છે……?

કેન્દ્ર સરકારના નિર્ણયો કોમનમેન બાઉન્સ કેમ કરે છે……?

585
0

(જી.એન.એસ,હર્ષદ કામદાર)
ભારતમાં સૌથી મોટો બિઝનેસ હોય તો તે ધર્મનો છે. લોકો શ્રદ્ધાથી નમન કરવા સાથે કંઈ પણ વિચાર્યા વગર દાન કરે કે પૈસા આપતા રહે છે. પરિણામે અનેક તકવાદીઓએ ધર્મને બિઝનેસ બનાવી દીધો છે. જેના પરિણામે સાચા સંતો ખૂણામાં ધકેલાઈ ગયા છે. પરંતુ તકવાદી ધર્મ બિઝનેસમેનોની પાપલીલાઓ છાપરે ચડે ત્યારે જ લોકોને ભાન થાય છે. તો બીજા ક્રમે બિઝનેસમાં રાજકારણ આવે છે.જેમા લોકોને હથેળીમાં ચાંદ બતાવતા આવડવું જોઈએ, પોતાનો જ કક્કો સાચો છે તેવો દાવ કરી લોકોને ગુમરાહ કરતા આવડવું જોઈએ, પ્રજાહિતના કે પ્રજાના સળગતા પ્રશ્નોને ભુલાવી દેવા માટેના નિત નવા લોકોને લોભાવે-લલચાવે તેવા નુસખા આવડવા જોઈએ. અને આવી તમામ આવડત ભાજપના રાજ નેતાઓમા છે જોકે કેટલાક કોંગ્રેસી નેતાઓમા પણ છે. જે દેશની આમ પ્રજા આ બાબત અનુભવી રહી છે. પરંતુ સત્તા સામે શાણપણ નકામું છે. એટલે આ પ્રજા ચુપ છે. ભારતમાં આશારામ નો સૂરજ મધ્યાહ્ને તપતો હતો ત્યારે તેના શિષ્યો લાખોની સંખ્યામાં હતા અને આ શિષ્યોના મત મળી જાય તેવી આશા સાથે ભાજપના અનેક રાજનેતાઓને તેમના જાહેર કાર્યક્રમોમાં હાજર રહી તેમના ચરણસ્પર્શ કરવા સાથે તેમના જાહેરમાં ભરપેટ વખાણ કર્યા હતા. તો નિત્યાનંદ, રામ યાદવ, રામ રહીમ, સતપાલ જેવા કેટલાક તકવાદીઓ ધર્મની આડમાં અનેક ગોરખ ધંધા કરતા હતા જે બહાર આવતા ન હતા. અને આવા તકવાદી સાધુઓના જાહેર કાર્યક્રમોમાં અનેક રાજનેતાઓ પહોંચી જતા અને તેમના વખાણ કરતા તેમનો જે તે પક્ષોએ રાજકીય લાભ પણ મળ્યો હતો. પરંતુ આખરે આવા તકવાદી સાધુઓની પાપ લીલાઓ અને ગોરખધંધા બહાર આવતા રાજકારણી નેતાઓએ પોતાના હાથ ખંખેરી લઈ મૌન ધારણ કરી લીધું હતું. તો આમ પ્રજાનો આક્રોશ જોઈને આવા તકવાદી સંતો સામે કાયદાકીય પગલાં લેવા મજબૂર થવું પડ્યું હતું. આ પૈકીના આજે કેટલાક જેલમાં પણ છે.
ભાજપને કેન્દ્રમાં સત્તા મળ્યા બાદ તેને 10 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી મળી તો કેટલાક રાજ્યોમા ગઠબંધનની સરકાર બનાવી લીધી. પરંતુ દેશનો વહીવટ ચલાવવો એ બાબત આસાન નથી તે બાબત ભાજપ સમજી શક્યો નથી અને કેટલીક અગત્યની સરકારી સંસ્થાઓમાં પોતાને પસંદ લોકોને વડા તરીકે ગોઠવી દીધા. જ્યારે આરબીઆઈ માંથી ગવર્નર પદેથી રાજને રાજીનામું આપ્યા બાદ ઉર્જીત પટેલે પણ રાજીનામું આપી દીધું જેની પાછળનું કારણ નોટ બંધી કરવાનો ઇનકાર હોવાની દેશમાં ચર્ચા હતી. અને અંતે કાળુનાણુ નાથવા અને અને આતંકવાદીઓની આર્થિક રીતે કમર તોડી નાખવાના બહાને અડધી રાત્રે નોટ બંધી દાખલ કરી દીધી. પરંતુ નોટ બંધી કરતા પહેલા કે આયોજન- વ્યવસ્થા કરવાની હોય તે અંગે રાજ નેતાઓએ વિચાર જ કર્યો ન હતો. પરિણામે દેશભરમાં નોટો બદલવા બેંકોની બહાર મોટી મોટી લાઈનો લાગી. જેમાં 99.99 ટકા માત્રને માત્ર સામાન્ય વર્ગના લોકો હતા. આના પરિણામો અંગે ભાજપના સ્વામી સુબ્રમણ્યમ અને ડૉ. મનમોહનસિંહની સલાહ પણ અવગણી હતી. નોટો બદલવાની લાઈનો અનેક દિવસો રહી હતી જેના કારણે આમ પ્રજા પરેશાન થઈ ગઈ અને કેન્દ્ર સરકાર તથા ભાજપ સામે આમ પ્રજાજનોમાં ભારે આક્રોશ ઉદભવવા પામ્યો હતો. નોટબંધીની મોટી અસર મોટા અને મધ્યમ કદના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગો અને ધંધા ઉપર થઈ જેથી અનેક ઠપ થઇ ગયા. 4 કરોડથી વધુ લોકોને નોકરીમાંથી દૂર કરી દેવામાં આવ્યા, પરિણામે બેરોજગારોની સંખ્યા વધી તો નવા ઉદ્યોગો શરૂ ન થતાં બેરોજગારની સંખ્યામાં વધારો થયો. તે સાથે વિશ્વમા મંદીની અસર થવા સાથે ભારતમાં વધુ પ્રમાણમાં અસર થઈ. સામાન્ય લોકો વધુ પરેશાન થઈ ગયા અને ભાજપા સરકારની વિરુદ્ધમાં થઈ ગયા. આ સમય દરમ્યાન ઉન્નાવ રેપ કાડ બનતા તે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા. કારણ કે તેમાં ભાજપના ધારાસભ્ય સેગર અને તેમના ભાઈ અને તેની ટોળકી સંડોવાયેલી હતી. ત્યાં પીડિતા સતત ફરિયાદો કરતી રહી પણ પોલીસ તેની ફરિયાદ લેતી ન હતી આખરે કોર્ટ દ્વારા ફરિયાદ લેવામાં આવી તે સમયે અત્યારના મહિલા મંત્રી સ્મૃતિ ઈરાની તેમને બચાવવા ઘણા પ્રયત્નો કર્યા હતા તેમની ટીકા પણ દેશભરમાં થઈ હતી. આખરે પીડિતાએ પોતાના પરિવારના મોભીઓને પણ વિવિધ હુમલાઓ થતાં ગુમાવવા પડયા. પરંતુ કોર્ટે સેગરને ગુનેગાર હોવાનો ચુકાદો આપી દીધો છે. ત્યારે ઈરાનીજી મૌન ધારણ કરી બેસી ગયા છે. આ ઘટનાને લોકોનું સળગતા પ્રશ્નોથી ધ્યાન હટી ગયું હતું….!
કેન્દ્ર સરકાર દેશમાં મંદી હોવાનું સ્વીકાર કરવા તૈયાર નથી. તો આર્થિક હાલત કથળી હોવાનું પણ સ્વીકારતી નથી. સમગ્ર દેશમાં મોંઘવારી, બેરોજગારી, મંદીની, શિક્ષણનું ખાનગીકરણ, (બેફામ ફી) અને ટ્રાફિકના આકરા કાયદા સહિતના પ્રશ્ને લોકો ભાજપાથી વાજ આવી ગયા છે….! તેનો પડઘો મહારાષ્ટ્ર, રાજસ્થાન માં લોકોએ પાડ્યો તો ગુજરાતમાં પણ પાડ્યો છે ભાજપાના ઉમેદવારોને હરાવીને… તો કેન્દ્ર સરકારે જાહેર સાહસો વેચવા કાઢતા પ્રજામાં ભારે રોષ વ્યાપી ગયો છે. ત્યારે પ્રજાનું અન્યત્ર ધ્યાન ખેચવા કેન્દ્ર સરકાર નાગરિક સંશોધન બિલ લાવીને મંજૂર કર્યું. તેના ઉગ્ર પડઘા ભારતના ઉત્તર પૂર્વમાં પડ્યા છે તો વિવિધ રાજ્યોમાં પણ દેખાવો યોજીને પડ્યા છે. પણ સરકાર સમગ્ર દેશમાં તેનો અમલ કરશે તેવી જાહેરાત કરતાં અન્ય રાજ્યોમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. દેશના લોકોનું ભાજપ સરકાર સાંભળવા કે માનવા તૈયાર નથી અને લોક વિરોધી સરકાર છે તેવી માન્યતા આમ પ્રજામાં પ્રચલિત થઈ ગઈ છે….! તો જેએનયુ યુનિવર્સિટી બાદ જામિયા યુનિ. હિસા મુદ્દે લોકોની લાગણીને વધુ ઠેસ પહોંચી છે. એટલે ભાજપા અત્યારના સમયમાં જે પણ પગલાં લે છે તે તમામ બાઉન્સ થઈ રહ્યા છે….. જે ભાજપા માટે નુકસાનકર્તા બની રહેશે…..!!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગરવી ગુજરાતમાં ખરેખર સરકાર કોણ ચલાવે છે….? વીરૂ…?અ.મો., આ.પ., પ્ર.જા. કે ની.પ.?
Next articleવરિષ્ઠ પત્રકાર અને હિં.સ. એજન્સીના સંચાલક ભૂપતભાઇ પારેખનું દુઃખદ નિધન, શુક્રવારે પ્રાર્થના સભા