(જી.એન.એસ) તા. 30
નવી દિલ્હી,
વધુ પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ને એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ને તમામ સભ્યો માટે તેમના એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ)ની કપાત સંબંધિત મજબૂત અને પારદર્શક વ્યવસ્થા લાગુ કરવાની સૂચના આપી છે. નવી દિલ્હીમાં ઇપીએફઓના અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન આ નિર્દેશ જારી કરવામાં આવ્યો હતો.
ડો. માંડવિયાએ અધિકારીઓને એક કાર્યક્ષમ અને સમયબદ્ધ ડિજિટલ મિકેનિઝમ વિકસાવવાની સૂચના આપી હતી, જે નિયમિતપણે કર્મચારીઓને તેમના પગારમાંથી થતી પીએફ કપાત વિશે જાણ કરશે.
કેન્દ્રીય મંત્રીએ ફરિયાદોનું અસરકારક રીતે નિવારણ કરવાનાં મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ઇપીએફઓને ફરિયાદોના સર્જન માટે જવાબદાર મૂળ કારણોની ઓળખ કરવા અને વ્યવસ્થિત, ટકાઉ સમાધાનોનો સમયમર્યાદામાં અમલ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
ડૉ. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નોકરીદાતાઓ અને કર્મચારીઓ વચ્ચે વિશ્વાસનું નિર્માણ કરવા, પારદર્શકતા વધારવા અને ભારતમાં ભવિષ્ય નિધિ પ્રણાલીની એકંદર કાર્યદક્ષતામાં સુધારો કરવા માટે આ પગલાં મહત્ત્વપૂર્ણ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.