Home ગુજરાત કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે પેથાપુર ખાતેથી રૂ.758 કરોડથી વધુના...

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે પેથાપુર ખાતેથી રૂ.758 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમહુર્ત અને લોકાર્પણ કરાશે

21
0

(જી.એન.એસ),તા.૨૬

ગાંધીનગર,

ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે પેથાપુર ખાતેથી તા. 27મી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારને  રૂ. 758 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંધવી સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે

ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ- સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર રૂપિયા 758 કરોડથી વધુના વિકાસ કામોમાં સરગાસણ, કુડાસણ, રાયસણ, કલોલ અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસ પ્રક્લ્પોનો સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેના કુલ ૨૬૬૩ આવાસોનો ડ્રો થનાર છે. જેના થકી આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઘર નું ઘર મળે તે સ્વપ્ન પરિપૂર્ણ થશે અને તેમના જીવન ધોરણમાં સુધારો આવશે.આ યોજના અંતર્ગત ૪૩.૨૦ ચોરસ મીટર બિલ્ટઅપ એરીયા ધરાવતા આવાસમાં ડ્રોંઇગ રૂમ, બેડરૂમ, રસોડું, બાથરૂમ, સંડાશ, વોશ એરીયા ની સગવડ ઉપલબ્ધ છે. આવાસની કિંમત પ્રતિ યુનીટ રૂ.૮.૫૦ લાખ છે. જેમાં રૂ.૧.૫૦ લાખ કેન્દ્ર સરકારશ્રી તરફથી તથા રૂ.૧.૫૦ લાખ રાજ્ય સરકારશ્રી તરફથી સહાય આપવામાં આવે છે. રુ. ૩૩૭.૭૮ કરોડના ખર્ચે ગાંધીનગર શહેરી વિસ્તારમાં વાસણા-હડમતીયા ખાતે ૧૩૫૦, સરગાસણમાં ૬૨૪ અને વાવોલ ખાતે ૩૮૯ આવાસો મળી કુલ ૨૬૬૩ આવાસોનો ડ્રો થશે.

                ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના સેક્ટર-૨,૨૪ અને ૨૯ ખાતેના અર્બન હેલ્થ સેન્ટર તથા પી.એચ.સી સેન્ટર ખાતે રુપિયા  ૧.૩૧ કરોડનાં ખર્ચે ફર્નિચરની કામગીરી કરવામાં આવી છે. જેમાં નવા હાઇડ્રોલિક બેડ, રિસેપ્શન ટેબલ, સ્ટોરેજ યુનિટ તથા મેડિકલના અન્ય સાધનોનો સમાવેશ કરાયો છે.આ પ્રોજેક્ટનો મૂળ હેતુ દર્દીઓની સુખ સુવિધામાં વધારો કરવાનો છે જેનો લાભ અપેક્ષિત  5,000 લાભાર્થીઓને મળશે. બોરીજ ખાતે ક્રોસ ડ્રેનેજ વર્કર્સ સ્મશાન તેમજ સ્ટ્રોંગ વોટરની કામગીરી રૂપિયા 75 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. જેમાં સ્મશાનમાં બે સગડી તથા સેડ તેમજ સીસી રોડ તથા પાણીના નિકાલ માટે પાઇપ ડ્રેનેજની વ્યવસ્થા કરવામાં આવશે. સેક્ટર 22 વ્હીકલ પુલ ખાતે બિલ્ડીંગ બનાવવાની કામગીરી રૂપિયા 1.01 કરોડના ખર્ચે આગામી ડિસેમ્બર મહિના સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં G+1 બિલ્ડીંગ નું નિર્માણ કરવામાં આવશે જેમાં 19 રૂમો, એક વોશરૂમ, કમ્પાઉન્ડ ટાંકીનો સમાવેશ કરાયો છે. આ પ્રોજેક્ટનું મૂળ હેતુ મહાનગરપાલિકાને સ્ટોરેજની સુવિધા પૂરી પાડવાનો છે. સેક્ટર 30 મુક્તિધામ ખાતે રૂપિયા 2.66 કરોડના ખર્ચે રીનોવેશનની કામગીરી હાથ ધરાઈ છે. જેના થકી મુક્તિધામમાં નવા સ્ટેચ્યુ તેમ જ પેસેજ નું ફ્લોરિંગ અને અગ્નિસંસ્કાર માટે આવેલા લોકો માટે બેસવા તેમજ અગ્નિસંસ્કાર માટેની સગડીઓ નાખવાની કામગીરી કરવામાં આવશે. સેક્ટર 24 ઇન્દ્રોડામાં નવી પ્રાથમિક ઇંગ્લીશ મીડીયમ શાળા અને સેક્ટર 13 29 તથા 62 ગામ ખાતે શાળાનું નવીનીકરણની કામગીરી રૂપિયા 3.99 કરોડના ખર્ચે શરૂ થનાર છે. સેકટર- ૨૪ અને ઇન્દ્રોડા ખાતે અધતન સુવિધાવાળા વર્ગખંડ બનાવવામાં આવશે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ભાટ મુકામે સ્મશાન ગૃહ ડેવલોપ કરવાની કામગીરી 1.21 કરોડ રૂપિયા ના ખર્ચે હાથ ધરવામાં આવી છે. ભાટ મુકામે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવાની કામગીરી આગામી વર્ષ સુધી પૂર્ણ કરી દેવામાં આવશે. 11.57 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થયેલો આ પ્રોજેક્ટ AUDA થી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માં નવા ઉમેરાયેલા વિસ્તારને કારણે જીએમસી નો વિસ્તાર વધીને 196 ચોરસ કિલોમીટર જેટલો થવા પામ્યો છે. જેથી આ વિસ્તારમાં આગ અને બિન અગ્નિ ઇમરજન્સીમાં ઝડપથી જાન માલનું નુકસાન અટકાવવા માટે આ ફાયર સ્ટેશન નું નિર્માણ આવશ્યક છે. કોટેશ્વર ખાતે  રૂ. ૧.૧૫ કરોડના ખર્ચે અધતન સુવિઘાવાળો બગીચો બનાવવામાં આવનાર છે. પેથાપુર ખાતે 15 એમ.એલ.ડીના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના બાંધકામની કામગીરી 35.25 કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા કરવાનું આયોજન છે. જેના દ્વારા પેથાપુર ગામ તળ તથા આસપાસના ટી.પી વિસ્તારના રહીશોના ડ્રેનેજના ગંદા પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરી  ગંદા પાણીને નદીમાં જતું અટકાવાશે અને નદીના પાણીનો અન્ય જગ્યાએ વપરાશ થશે. વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે ખોરજ ઝુંડાલ ખાતે રૂ. ૮ કરોડ ૬૦ લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર ડિસ્પોઝલ નેટવર્ક બનાવવાની કામગીરી આવનાર છે. તેની સાથે રૂ. ૧૨ કરોડથી વઘુના ખર્ચે ડિસ્પોઝલ નેટવર્ક અને આરસીસી બોકસ બનાવવાની કામગીરી કરવામાં આવશે. ગાંધીનગરના ચ-રોડ પર સેક્ટર 21- 22ને જોડતા અંડરપાસની કામગીરી રુપિયા 16.45 કરોડના ખર્ચે કરવામાં આવશે.ગાંધીનગર મહાનગરપાલિકાના વાસણા હડમતીયા ગામ ખાતે 2.12 કરોડના ખર્ચે ગટર લાઈનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેનાથી ગામમાં દરેક ઘરની નવી ગટર લાઈનનું જોડાણ મળી રહેશે. ગાંધીનગરના ક- 7 સર્કલ થી આગળ રાંધેજા જવાના રોડ તરફ આવેલ પ્લોટ માં ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાર્ટર્સ બાંધકામની કામગીરી 8.43 કરોડ રૂપિયાના ખર્ચે  નિર્માણ કરવામાં આવશે. સરગાસણ ખાતે આવેલ રુદ્રભૂમિષ સ્મશાનમાં આવેલ ગેસ સગડી બદલી નવી સગડી નાખવાની કામગીરી રૂપિયા 1.12 કરોડના ખર્ચે ટૂંક સમયમાં શરૂ થનાર છે.

સરગાસણ ખાતે રુપિયા ૭૭ કરોડના ખર્ચે  અને કુડાસણ ખાતે ૨.૭૭ કરોડના ખર્ચે બગીચા બનાવવામાં આવ્યા છે. જેમાં વિવિધ પ્લાન્ટ, વૃક્ષો અને લોન ધરાવતું આકર્ષક લેન્ડસ્કેપીંગ, ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ, વોક-વે, બાળકો માટે રમત ગમતના વિવિધ સાધનો, આકર્ષક લાઇટીંગ, ટોઇલેટ અને સિક્યુરીટી કેબીન વગેરે જેવી સુવિધાઓ વિકાસવવામાં આવી છે. નર્મદાનું શુધ્ધ પીવાનું પાણી આપવા માટે વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને પાઈપ લાઈન નેટવર્ક કુલ ૧૧.૩૫ કરોડ રુપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યુ છે. રાયસણ ખાતે રૂ. ૪૩.૯૦ કરોડના ખર્ચે આંતરારાષ્ટ્રીય કક્ષાની વિવિધ સંસ્થાઓમાં ભણતા ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનની પ્રાપ્તી સરળ અને સુગમ રીતે પ્રાપ્ત કરી શકે અને વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ – અધ્યાપકો વચ્ચે શિસ્તબધ્ધ શિક્ષણને પ્રોત્સાહિત કરવા તેમજ જ્ઞાનનું આદાન-પ્રદાન કરવામાં સરળતા રહે તેવા ઉમદા આશયથી નોલેજ હબ વિક્સાવવામાં આવ્યુ છે. કુડાસણ ગામ તળાવ વિસ્તારમાં પાણી પુરવઠાની લાઈન અને ડ્રેનેજ લાઈન અને નાખવાની કામગીરી રૂપિયા 12.47 કરોડના ખર્ચે કરવામાં આવશે. ડી. આઈ પાઇપલાઇન ,ડી.ડબ્લ્યુ પાઇપ લાઇન, સ્ટેશન રાઈસિંગ મેન વગેરે જેવા કામો કરાશે. જેનાથી ગામ તળના ગંદા પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થશે અને ગામ તળના રહીશોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. સરગાસણ અને ટીપી સાત ગામ તળાવ વિસ્તારમાં ડ્રેનેજનું નેટવર્ક નિર્માણ 5.18 કરોડના ખર્ચે કરવામાં આવશે સરગાસણ ખાતે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ  રૂ. 7.97 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવનાર છે.

               ચિલોડા ખાતે રૂ. ૨.૧૦ કરોડના ખર્ચે અધતન સુવિઘાથી સજ્જ અને પર્યટન સ્થળ બની રહે તેવો બગીચો વિક્સાવવાનું કામ આવ્યું છે. કલોલ તાલુકાના જાસપુર ખાતે ૬૫ એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ ૬૨.૪૧ કરોડ રુપિયાના ખર્ચે કરાયુ છે. આ પ્લાન્ટ થકી ગટરના પાણીને શુધ્ધ કરવામાં અને શુધ્ધ કરેલ પાણીનો ઉદ્યોગમાં ઉપયોગ માટે વાપરી પાણીની બચત કરવાનો છે.પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગર દ્વારા કલોલ તાલુકામાં રીસરફેસીંગ ઓફ રાંચરડા ટુ રણછોડપુરા રોડની કામગીરિ રુપિયા ૩.૦૧ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. રાંચરડા થી રણછોડપુરા જતો રોડ ૩.૬૦ કિ.મીનો ૭.૦૦ મીટર પહોળો મુખ્ય જિલ્લા માર્ગ છે.આ માર્ગ રીસરફેસ થવાથી ગ્રામજનોના તથા આજુ બાજુના ઔધ્યોગિક વિસ્તારના વાહનોની ઝડપી અવર- જવર માટે ખુબ જ ઉપયોગી બનશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતને રમતગમત ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાને લઈ જવા સંકલ્પ
Next articleભારતના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે સોમવારનો દિવસ ઐતિહાસિક રહ્યો