Home દુનિયા - WORLD કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા

17
0

(GNS),19

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. કેનેડાના સરેમાં ગુરુ નાનક સિંઘ ગુરુદ્વારા નજીક બાઇક પર આવેલા બે અજાણ્યા બંદૂકધારીઓએ નિજ્જર પર ગોળીબાર કર્યો અને ભાગી ગયા. નિજ્જર કેનેડામાં શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડો હતો અને ખાલિસ્તાની ટાઈગર ફોર્સનો વડો પણ હતો. કેનેડામાં બેસીને તે ભારત વિરુદ્ધ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ કરી રહ્યો હતો. પંજાબના જલંધરમાં 2021માં હિન્દુ પૂજારીની હત્યામાં હરદીપ સિંહ નિજ્જરનું નામ પણ સામે આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યની અન્ય અનેક ઘટનાઓમાં તેની ભૂમિકા હતી. ગત વર્ષે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા હરદીપ સિંહ પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભારત સરકારે નિજ્જરને વોન્ટેડ આતંકી જાહેર કર્યો હતો.

તાજેતરમાં, તેનું નામ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ 40 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં પણ સામેલ હતું. નિજ્જરની હત્યા એવા સમયે થઈ છે જ્યારે બ્રિટનમાં ખતરનાક ખાલિસ્તાની આતંકવાદી અને લંડનમાં ભારતીય દૂતાવાસમાં ત્રિરંગાનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાનું બીમારી બાદ ગયા અઠવાડિયે હોસ્પિટલમાં અવસાન થયું હતું. ખાંડાને ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહનો મુખ્ય હેન્ડલર માનવામાં આવતો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી બ્રિટનમાં જે ખાલિસ્તાની ગતિવિધિઓ સામે આવી છે તેમાં ખાંડાની ભૂમિકા મહત્વની રહી છે. ખાલિસ્તાની લિબરેશન ફોર્સ (KLF)ને મોટો આંચકો લાગ્યો છે.

બ્રિટનમાં KLF ચીફ અને અમૃતપાલ સિંહના મુખ્ય હેન્ડલર અવતાર સિંહ ખાંડાનું લંડનની હોસ્પિટલમાં મોત થયું છે. ખાંડાને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યો હતા. હોસ્પિટલમાં દાખલ થવા પર તેના સમર્થકોએ ઝેર પીધું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. ખાંડા પંજાબનો રહેવાસી હતો અને તેનો જન્મ મોગા જિલ્લામાં થયો હતો. ખાંડા બોમ્બ બનાવવામાં માસ્ટર હતો. અવતાર સિંહ ખાંડાએ વારિસ પંજાબ દેનો વડા અમૃતપાલ સિંહને 37 દિવસ સુધી છુપાવવામાં મદદ કરી હતી. બ્રિટનમાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા અને તિરંગાના અપમાન બાદ ખાંડાની ધરપકડ કરવામાં આવી હતી. ખાંડા વિશે એવું કહેવાય છે કે પંજાબમાં અમૃતપાલ સિંહને ઊભા કરવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડીએમકે સરકારે તમિલનાડુમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો
Next articleમેક્સિકોમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ