Home દુનિયા - WORLD કેનેડાની ઓન્ટારીયોની નોર્ધન કોલેજે પ્રવેશ રદ કરતા 500 વિદ્યાર્થીઓ અટવાયા

કેનેડાની ઓન્ટારીયોની નોર્ધન કોલેજે પ્રવેશ રદ કરતા 500 વિદ્યાર્થીઓ અટવાયા

10
0

(GNS),11

કેનેડા(Canada)ની ઓન્ટારીયોની નોર્ધન કોલેજે(Northern College) પ્રવેશ રદ કરતા 500 વિદ્યાર્થીઓ અટવાયા છે. આ 500 વિદ્યાર્થીઓમાં ઘણાં ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ હતાં. ઘણા વિદ્યાર્થીઓ પહેલેથી જ કેનેડા પહોંચી ચૂક્યા છે, જ્યારે ઘણાં વિદ્યાર્થીઓ ટિકિટ બૂક કરાવી દીધી છે. પહેલા કરતાં કોરોના કાળ બાદ મોટી સંખ્યામાં હાલ લોકો કેનેડા અને અમેરિકા જઈ રહ્યા છે. આજકાલ લોકોમાં વધુ કમાણી કરવા અને સારું જીવન જીવવા વિદેશ જવાની ઘેલછા હોય છે.

પરંતુ હાલમાં કેનેડાના ઓન્ટારીયો પ્રાંતની કોલેજે એડમિશન રદ કરી દેતા ઘણાં વિદ્યાર્થીઓ અટવાયા છે. આમાં 500 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં ઘણાં ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ છે. જેમના એડમિશન રદ થયા છે એમાં ઘણા વિદ્યાર્થીઓ પહેલેથી કેનેડા પહોંચી ચૂક્યા છે. ઓન્ટારીયોની નોર્ધન કોલેજે આગામી સત્ર માટેના એડમિશન રદ થયા હોવાની જાણ કરતો ઈમેઈલ વિદ્યાર્થીઓને કર્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં પહોંચી ગયા હતા. જ્યારે ઘણા વિદ્યાર્થીઓએ ટિકિટ બૂક કરાવી દીધી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકાના હવાઈના માયુના જંગલોમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 53 થઈ ગયો
Next articleતુર્કીયેથી જાપાન સુધી 6.0 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા