(જી.એન.એસ),તા.૨૬
કેનેડા
થોડા સમય પહેલાનાની આ વાત છે કે મ્યાનમારની સેના મોટા પાયે હવાઈ અને જમીની હુમલા કરીને નાગરિકોને નિશાન બનાવી રહી છે. દક્ષિણપૂર્વ એશિયાના એક દેશમાં લગભગ ત્રણ મહિનાથી યુદ્ધ ક્ષેત્રમાં રહેતા એક રાહત કાર્યકરએ આ માહિતી આપી છે. માનવતાવાદી સહાયતા સંસ્થા ફ્રી બર્મા રેન્જર્સના ડાયરેક્ટર ડેવિડ યુબૅન્ક્સે જણાવ્યું હતું કે લશ્કરી વિમાનો અને હેલિકોપ્ટર પૂર્વી મ્યાનમારના વિસ્તારો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યુ હતુ જ્યાં તે અને તેના સ્વયંસેવકો નાગરિકોને તબીબી અને ખાદ્ય સહાય પૂરી પાડતા હતા. કેનેડાએ મ્યાનમારની સૈન્ય સરકાર માટે શસ્ત્રો ખરીદવા માટે જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ગ્લોબલ અફેર્સ કેનેડાએ શુક્રવારે એક નિવેદનમાં આ જાણકારી આપી છે.તેણે જણાવ્યુ કે,કેનેડા ખાસ આર્થિક પગલાંના ભાગરૂપે મ્યાનમાર લશ્કરી શાસન માટે શસ્ત્રો અને લશ્કરી સાધનોની ખરીદી અને સપ્લાય માટે જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે પ્રતિબંધો લાદી રહ્યું છે.કેનેડિયન અધિકારીઓએ કહ્યું કે, તેઓએ યુએસ અને યુકેની સરકારો સાથે સંકલનમાં વધારાના પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું, ‘કેનેડા મ્યાનમારના લોકો સાથે ઉભું છે. જ્યાં સુધી આ શાસન માનવ જીવન સાથે ક્રૂરતા આચરતું રહેશે ત્યાં સુધી આપણે મૌન રહી શકીશું નહીં. મ્યાનમારની સેનાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સત્તા કબજે કરી હતી. સેનાએ લોકો દ્વારા ચૂંટાયેલી આંગ સાન સૂ કીની સરકારને ઉથલાવીને દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. સેનાએ રાષ્ટ્રપતિ સહિત સરકારમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા મોટાભાગના અધિકારીઓની ધરપકડ કરી હતી. તેની પાછળનું કારણ મ્યાનમારની સેના દ્વારા સામાન્ય ચૂંટણીમાં થયેલી છેડછાડને જણાવવામાં આવ્યું હતું. અને બાદમાં સરકારમાં સેનાના લોકોની જ નિમણૂક કરવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.