Home ગુજરાત કેટલા..? 60 કરોડ…..? ઓકે…સોદો ડન…..”મેરા કામ બનતા, ભાડ મેં જાયે જનતા”…!

કેટલા..? 60 કરોડ…..? ઓકે…સોદો ડન…..”મેરા કામ બનતા, ભાડ મેં જાયે જનતા”…!

412
0

પદ અને પૈસા માટે કોંગ્રેસના સભ્યોએ જાહેરમાં નાગિન ડાન્સ બતાવવાનું જ બાકી રાખ્યું છે…!
વિપક્ષના નેતા ટ્વીટ કરતા રહ્યાં-એક પણ ઇમાનદાર ધારાસભ્યો વેચાયા નથી……અને 4 નિકળી ગયા..!
આવો અને મને ખરીદો…..મારી બોલી મૂકો…પંજે કે અંગને મેં મેરા ક્યા કામ હૈ…….!

(જીએનએસ.પ્રવિણ ઘમંડે) તા.16
ભૂલ એક વાર થાય, બે વાર થાય..વારંવારની ભૂલ…પછી એ ભૂલ ભૂલ નથી હોતી પણ કૂટેવ કહી શકાય. ગુજરાતમાં 135 વર્ષ જુની કોંગ્રેસ પાર્ટીમાં એવી સ્થિતિ છે કે પદ અને પૈસાની લાલચમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો(જનપ્રતિનિધિઓ..?)એ જાહેરમાં મુજરો બતાવવાનું જ બાકી રાખ્યું હોય તેમ ફરીથી કોંગ્રેસના ઓછામાં ઓછા 4 ધારાસભ્યો “બિકાજી” થઇ ગયા…..!
2017માં એક સાથે14 ધારાસભ્યો વેચાયા. કોઇ સરકારમાં ગોઠવાયા તો કોઇ બોર્ડ-નિગમમાં તો કોઇ કાયદો ઘડનારી વિધાનસભામાં. ચૂંટણીઓ બાદ ફરી રાજીનામાનો ખેલ શરૂ થયો. મારે મારા વિસ્તારની સેવા માટે સત્તાપક્ષમાં હોવુ જરૂરી છે….કોઇએ કોઇ કારણ આપ્યા વગર અંદરખાને લઇ લીધા હશે અને કોઇએ મોઢુ બંધ રાખ્યું. બે ધારાસભ્યો વેચાયા પછી પેટા ચૂંટણીમાં હારી ગયા. તે જોઇને કોંગ્રેસના નેતાઓને અને આવા લેભાગુ ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરનારા કાર્યકરોને એમ લાગ્યું કે હાશ….હવે કોઇ નહીં વેચાય. પણ તેમની એ આશા અલ્પ નિવડી અને ફરીથી 4 ધારાસભ્યો કોઇ કારણ આપ્યા વગર સરકી ગયા…..! વિપક્ષના નેતા ટ્વીટ કરતા રહ્યાં-એક પણ ઇમાનદાર ધારાસભ્યો વેચાયા નથી……અને 4 નિકળી ગયા..પહોંચ્યા અધ્યક્ષ પાસે અને આપ્યા રાજીનામા. ટ્વીટની પ્રતિક ચકલી….મરક મરક ચરકી રહી હતી કોંગ્રેસ પાર્ટીની ઓફિસના પાટિયા પર બેસીને…!!
લેનારા તો ઘણા છે પણ આપણે શા માટે વેચાવુ પડે….પદ અને પૈસાની એવી તે શું ભૂખ કે જે મતદારોએ તેમના પર વિશ્વાસ મૂકીને સત્તાપક્ષના સક્ષમ ઉમેદવારની સામે જીતાડ્યા, તે મતદારોને પૂછવા માટે પણ ઉભા ના રહ્યાં….! કોણ મતદાર….કોના મતદારો…. મને પૂછનાર કોણ…હું કોણ…બિકાજીરાવ મલંગ મસ્તાના……આવો અને મને ખરીદો…..મારી બોલી મૂકો…પંજે કે અંગને મેં મેરા ક્યા કામ હૈ…….કેટલા…? 40 કરોડ? ના…ના…ઓછા છે…હજુ કંઇક વધારો…..કેટલા..? 60 કરોડ…..? ઓકે…સોદો ડન…..ટન..ટના..ટન…ભાડ મેં જાયે જનતા…મુઝે ક્યા……મૈં તો ચલા જીધર ચલે રૂપિયા…..આગળ રૂપિયા…પીછે પીછે મૈં….આ લો મારૂ રાજીનામુ….ચલ મેરે મનવા…..રૂપિયા મળી ગયા, હવે ટિકિટ પણ મળશે…એટલે ફરી વિધાનસભામાં….!
માત્ર કોંગ્રેસના ધારાસભ્યો જ બિકાજી છે એવું નથી અન્ય પક્ષોના પણ જનપ્રતિનિધિઓ પદ અને પૈસા માટે જાહેરમાં વસ્ત્રવિહિન અવસ્થામાં નાગિન ડાન્સ કરવા માટે તૈયાર થઇ જાય છે…..બસ,. તમતમારે લાલુનો લીલી..લીલી…નોટોનો ઘાસચારો નાંખો અને મને ખરીદો…..મૌસી, મૈં તૈયાર હું…..!!
જે રાજ્યમાં, જે ધરતી પર ગાંધીજીએ જન્મ લીધો તે ધરતી પર ધારાસભ્યો અને તે પણ જેમની સ્થાપના ગાંધીજીએ કરી હતી તે કોંગ્રેસ પાર્ટીના કેટલાક ધારસભ્યો પદ અને પૈસા માટે પોતાની જાતને વેચી નાંખે તો એમ કહી શકાય કે એના કરતાં તો દેહ વેપાર કરનારી ગણિકા સારી કે જે દેહ વેચે છે પણ પોતાની આત્મા નહીં….પોતાની ઇમાનદારી નહીં…પોતાની વફાદારી નહીં…..આવા લાલચુડા અને લીલી નોટો માટે પોતાનું બધુ જ વેચી નાંખનાર ધારાસભ્યો કરતાં એ ગણિકાને સો…સો …સલામ!
ચહેરા પર કોઇ શેહ કે શરમ નથી… સાવ નફ્ફટ…નપાવટ અને મેં કાંઇ ખોટુ કર્યું હોવાનો કોઇ ભાવ નથી એમના ચહેરા પર…..!અને ક્યાંથી હોય….? ભાવ જે એટલો મળ્યો છે ખરીદનાર તરફથી….! આટલા કરોડ તો સો વખત ધારાસભ્ય બનું તો પણ પગાર ભત્થામાંથી ના મળે….એક જ સોદામાં બેડો પાર……કોઇ આવકવેરાના દરોડાની બીક નહીં, કોઇ ઇડી-વીડીની બીક નહીં…કેમ કે મેરા યાર હૈ ઉપરવાલા….! ગાંધી કે ગુજરાત મેં ધારાસભ્ય બિકતા હૈ…..
ધન્ય છે એ તમામ બિકાજી બનનારાઓની માતાને…કે તેમણે આવા કપૂતોની ભેટ આપી આ દેશને…..!
બિકાજી બનેલા ધારાસભ્યો, જો કે હવે તેઓ ભૂ.પૂ. ધારાસભ્ય બની ગયા, ગુજરાતના મતદારો અને જેમણે તમને જીતાડ્યા એ મતદારો પાસે ફરીથી પાટલી બદલીને વોટ લેવા જશો તો તમને વોટ મળશે, જરૂર મળશે. ફરીથી ધારાસભ્ય પણ બની જશો… પણ જે “દલ્લો” મળ્યો છે તેને સાથે લઇને કે તેના ઉપર સૂઇ જવાનું ગમશે…પણ જ્યારે અંત સમય આવશે ત્યારે એટલું યાદ રાખજો કે ધનાઢ્ય અને 100 પેઢી બેઠા બેઠા ખાય એટલુ ધન જેમની પાસે હતું તે ધીરૂભાઇ અંબાણી પાસેથી પણ અંત સમયે લાંચ લેવાઇ નહોતી….! તમે તો તેમની સરખામણીએ કોરોના વાયરસ કરતાં પણ ખૂબ જ સૂક્ષ્મ છો….! અરે હાં…કોંગ્રેસમાં આ પદ અને પૈસાની લાલચરૂપી કોરોના વાઇરસ ઘૂસ્યો છે…….ઇલાજ કરો નહીંતર જેમ કોરોનાથી લોકો ટપોટપ મરી રહ્યાં છે તેમ કોંગ્રેસમાં પણ ટપોટપ રાજીનામા પડશે…..રાહુલ, રહને દે તુઝસે ન હો પાયેગા…..!
ખરીદનારને સલામ…..પોતાની જાતને વેચનાર બિકાજીઓને…મતદારો તરફથી થૂ…થૂ..થૂ..!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field