Home ગુજરાત ગાંધીનગર કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ. ૩૮૧.૩૨ કરોડના ખર્ચે રાજ્યના...

કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ. ૩૮૧.૩૨ કરોડના ખર્ચે રાજ્યના ૧૪,૦૪,૬૨૯ આદિજાતિ ખેડૂતોને લાભ અપાયો: આદિજાતિ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર

3
0

રાજ્યમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના થકી આદિજાતિ ખેડૂતોની આવકમાં ૪૦થી ૬૦ ટકાનો વધારો થયો છે: આદિજાતિ મંત્રીશ્રી

(જી.એન.એસ.) તા.5

ગાંધીનગર,

વિધાનસભામાં આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત મળતા લાભો અંગે પૂછાયેલાં પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં આદિજાતિ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ. ૩૮૧.૩૨ કરોડના ખર્ચે ૧૪,૦૪,૬૨૯ આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. જેના થકી તેમની આવકમાં ૪૦થી ૬૦ ટકાનો નોંધપાત્ર વધારો પણ થયો છે.

આ અંગે વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યના આદિજાતિ ખેડૂતોને આધુનિક ઢબે ખેતી કરવા પ્રોત્સાહિત કરી, ખેત ઉત્પાદન વધારવાની સાથે આદિજાતિ પરિવારની આવકમાં વધારો કરવા અને તેમનું જીવનધોરણ ઊંચું લાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા તા. ૪ એપ્રિલ, ૨૦૧૮ના રોજ આ યોજનાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને સારી ગુણવત્તાના બિયારણ આપવામાં આવે છે.

શ્રી ડિંડોરે કહ્યું કે ‘ઈરમા’ દ્વારા હાથ ધરવામાં આવેલા મૂલ્યાંકન અભ્યાસ અનુસાર આ યોજના થકી લાભાર્થીઓની આવકમાં ૪૦ થી ૬૦ ટકાનો વધારો થયો છે. કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિજાતિ વિકાસ વિભાગની વી.કે.વાય.-૧૯ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ. ૩૮૧.૩૨ કરોડના ખર્ચે ૧૪,૦૪,૬૨૯ આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ યોજના હેઠળ આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને વર્ષ ૨૦૨૨-૨૦૨૩ સુધી સુધારેલું મકાઈનું બિયારણ અને શાકભાજીનાં નિયત બિયારણમાંથી કોઈ પણ એક જાતનું બિયારણ ઉપરાંત ૫૦ કિલો ડી.એ.પી. તથા ૫૦ કિલો પ્રોમનું ખાતર આપવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ ૨૦૨૩-૨૦૨૪થી લાભાર્થીઓને સોયાબીન, મગફળી, ડાંગર અને રિંગણ, અડદ, જુવાર, તુવેર, ભીંડા, બાજરા અને નાગલી પૈકી કોઇ એક બિયારણ અને ૫૦૦ મિલી નેનો યુરિયા, ૫૦ કિલો પ્રોમ ખાતર, ૫૦ કિલો ડી.એ.પી. આપવામાં આવે છે.

આ ઉપરાંત, લાભાર્થી ખેડૂતોનું જૂથ બનાવી જી.એસ.એફ.સી. એગ્રોટેક લી.ના કૃષિ તજ્જ્ઞો દ્વારા રોપણી અંગેની તાલીમ આપવામાં આવે છે તથા માર્કેટ લિન્કેજ માટે પણ મદદ કરવામાં આવે છે. આ બિયારણ પસંદગીની કામગીરી DSAG(ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી-ગુજરાત) દ્વારા કરવામાં આવે છે. જ્યારે રાજ્યના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકામાં નિયત એજન્સી દ્વારા વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field