Home ગુજરાત ગાંધીનગર ‘કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા’ થીમ પર કેન્દ્રિત હશે સમુન્નતિ FPO કોન્ક્લેવનું ચોથું સંસ્કરણ

‘કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા’ થીમ પર કેન્દ્રિત હશે સમુન્નતિ FPO કોન્ક્લેવનું ચોથું સંસ્કરણ

16
0

(જી.એન.એસ) તા. 30

ગાંધીનગર,

ભારતનું સૌથી મોટું કૃષિ સાહસ સમુન્નતિ, આગામી 3 અને 4 સપ્ટેમ્બર, 2024ના રોજ હૈદરાબાદમાં બે દિવસીય FPO કોન્ક્લેવનું ચોથું સંસ્કરણ આયોજિત કરશે. આ કોન્ક્લેવ ‘કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા’ ના થીમ પર કેન્દ્રિત હશે. આ કોન્ક્લેવમાં સમગ્ર દેશમાંથી 500થી વધુ એફપીઓ અને કૃષિ MSMEs, કૃષિ કોર્પોરેટ્સ, કૃષિ યુનિવર્સિટીઓ અને રિસર્સ સંસ્થાઓના 700થી વધુ સહભાગીઓ ભાગ લેશે. આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીમંડળોના મુખ્ય પ્રતિનિધિઓ, નાબાર્ડ (NABARD)ના અધિકારીઓ, કૃષિ તકનીકો સાથે સંબંધિત કંપનીઓ અને કૃષિ ક્ષેત્રના અગ્રણી સંશોધનકર્તાઓ પણ સામેલ થશે.

સમુન્નતિ છેલ્લા 10 વર્ષોથી એફપીઓ તેમજ નાના ખેડૂતોને સશક્ત બનાવવા માટે અગ્રેસર રહીને કામ કરી રહી છે અને સમુન્નતિની આ કોન્ક્લેવ ટકાઉ ખેતીમાં ભારતના ભવિષ્યને આકાર આપવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એફપીઓ કોન્ક્લેવને ઓલમ એગ્રી જેવી કૃષિ ક્ષેત્રની અગ્રણી કંપનીઓનો સહયોગ મળ્યો છે, જેઓ આ કાર્યક્રમ માટે પ્લેટિનમ સ્પોન્સર્સ તરીકે જોડાયા છે. કોન્ક્લેવ દરમિયાન આયોજિત થનારી વર્કશોપ, પેનલ ચર્ચાઓ અને ઇન્ટરેક્ટિવ સત્રોની એક સીરીઝના માધ્યમથી ઉપસ્થિત પ્રતિનિધિઓ ટકાઉ ખેતીમાં નવીનતમ ટ્રેન્ડ્સ, બજારો સુધી પહોંચ અને કૃષિ કાર્યક્ષમતા વધારવામાં ટેક્નોલોજીની ભૂમિકા અંગે ચર્ચા કરશે.

આ કોન્ક્લેવ ભારતના કૃષિ પરિદ્રષ્ય માટે એક મહત્વપૂર્ણ સમય પર આયોજિત થઈ રહી છે. તાજેતરના વર્ષોમાં, સરકારે પરંપરાગત અને ટકાઉ ખેતી કરતા ખેડૂતો સામે આવતા પડકારોનો સામનો કરવામાં એક મુખ્ય સાધન તરીકે એફપીઓના મહત્વ પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત, આવા સંગઠનોને સમર્થન આપવા માટે નાણાકીય પ્રતિબદ્ધતાની પણ હિમાયત કરી છે. 

સમુન્નતિના સહ-સ્થાપક અને સીઇઓ શ્રી અનિલ એસજીએ જણાવ્યું કે, “કૃષિ ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવા એ હંમેશાં એક મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો છે, પરંતુ એફપીઓના માધ્યમથી આ પડકારનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. આવા સંગઠનોને મજબૂત કરવાનો પ્રયાસ સતત ચાલુ રાખવો ખૂબ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ ટકાઉ કૃષિ પદ્ધતિઓની વધતી માંગને પૂરી કરવામાં સક્ષમ બની શકે.”

સમુન્નતિ એફપીઓ કોન્ક્લેવ 2024નો ઉદ્દેશ ભારતમાં ટકાઉ ખેતી માટે એક દૂરદર્શી રોડમેપ તૈયાર કરવાનો છે. નીતિ નિર્માતાઓ, નાણાકીય સંસ્થાઓ અને એગ્રી-ટેક ઇનોવેટર્સ સહિત મુખ્ય હિતધારકો વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપીને, આ કાર્યક્રમ સહયોગ અને નવીનીકરણ માટે એક મહત્વપૂર્ણ મંચ બનશે. કોન્ક્લેવમાં શેર કરવામાં આવેલી ચર્ચાઓ અને ઇનસાઇટ્સની એ બાબત પર સ્થાયી અસર પડવાની અપેક્ષા છે કે ભારત ટકાઉ કૃષિ પદ્ધતિઓને અપનાવવા માટે કેવી રીતે પ્રયાસ કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleTRAIએ ઍક્સેસ પ્રદાતાઓ માટે URLs/APKs/OTT લિંક્સની વ્હાઇટલિસ્ટિંગ માટે સમયમર્યાદા લંબાવી
Next articleગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદના વિરામ બાદ રીસ્ટોરેશન કામગીરી સાથે સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને અપાયું પ્રાધાન્ય