Home મનોરંજન - Entertainment કિયારા અને કાર્તિકની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ગીત ‘સુન સજની’ લોકપ્રિય ગીત...

કિયારા અને કાર્તિકની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ગીત ‘સુન સજની’ લોકપ્રિય ગીત બન્યું

12
0

બોલિવૂડની ફિલ્મોમાં વર્ષોથી દેશનાં વિવિધ રાજ્યોનાં લોકગીતો અને સંસ્કૃતિ આધારિત ગીતો જોવા મળે છે, જેમાં ગુજરાતી ગરબાનો પણ સમાવેશ થાય છે. નવરાત્રિ એટલે ગુજરાતીઓનો ગમતો તહેવાર. અત્યાર સુધી અનેક ફિલ્મોમાં ગરબા ગીતોનું અદભૂત ફિલ્માંકન કરવામાં આવ્યું છે. કેટલાંક ગીતો સુપરહીટ સાબિત થયા છે. જૂની ફિલ્મોની વાત કરીએ તો “મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેસ” (સરસ્વતીચંદ્ર), “મૈં તો આરતી ઊતારું રે” (જય સંતોષી મા), “ઓ શેરોવાલી (સુહાગ)” જેવા ગરબા યાદ આવ્યા વિના ન રહે. બે દાયકા પહેલાંની ફિલ્મોમાં “ઘુંઘટ મેં ચાંદ હોગા: (ખૂબસુરત), “રાધા કૈસે ન જલે” (લગાન), “ઢોલી તારો ઢોલ બાજે:” (હમ દિલ દે ચૂકે સનમ) જેવા ગરબા સુપરહીટ સાબિત થયા હતા.

છેલ્લાં એક દાયકામાં ધૂમ મચાવનાર ગરબામાં “ઉડી ઉડી જાયે” (રઇસ), “શુભારંભ” (કાઇપો છે), “કમરિયા” (મિત્રો). “છોગાળા” (લવયાત્રી)નો સમાવેશ થાય છે. આજકાલ કિયારા અડવાણી અને કાર્તિક આર્યનની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ગીત ‘સુન સજની’ ધૂમ મચાવી રહ્યું છે. ગુજરાતી બેકગ્રાઉન્ડ ધરાવતી આ ફિલ્મનાં ગરબા ગીતમાં કિયારા અને કાર્તિકની કેમિસ્ટ્રી રંગ જમાવી રહી છે. અગાઉ હિન્દી ફિલ્મોમાં ધૂમ મચાવનારાં ગરબા ગીતોની વાત કરીએ છીએ ત્યારે ‘રામ લીલા’માં દિપીકા પાદુકોણનાં ગરબા નૃત્યનો ખાસ ઉલ્લેખ કરવો પડે.

સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં દિપીકાનું એનર્જેટિક પર્ફોમન્સ હતું. ‘નગાડા સંગ ઢોલ’ અને ‘લહુ મુંહ લગ ગયા’ જેવા ગરબા સિક્વન્સ ચાર્ટબસ્ટર હતા. સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મોની હીરોઇનોનાં પ્રેઝન્ટેશન માટે જાણીતા છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’માં ‘ઢોલી તારો ઢોલ બાજે’માં ઐશ્વર્યા રાયનાં ગ્રેસફુલ નૃત્ય અને એક્સપ્રેશન્સ કદી ન ભૂલી શકાય. સલમાન ખાન સાથેની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીએ આ ફિલ્મને એવરગ્રીન ક્લાસિક બનાવી દીધી હતી.

ફિલ્મ ‘રઇસ’માં શાહરૂખ-માહિરા ખાન પર ફિલ્માવેલું ‘ઉડી ઉડી જાય’ પણ સુપરહીટ સાબિત થયું હતું. ફિલ્મ ‘રશ્મી રોકેટ’માં ‘ઘણી કુલ છોરી’માં તાપસી પન્નુએ પાવરફુલ પર્ફોમન્સ આપ્યું હતું. સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ‘ગંગુબાઇ કાઠીયાવાડી’માં આલિયા ભટ્ટે ‘ઢોલીડા’ અને ‘ઝૂમે રે ગોરી’ જેવા ગરબા ગીતોમાં અદભૂત ડાન્સ કર્યો હતો. ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘મજામાં’ ની કહાની ગુજરાતી પૃષ્ઠભૂમિ પર આધારિત હોવાથી તેમાં પણ એક ગરબા ગીત હતું. ‘બૂમ પડી’ ગીતમાં માધુરી દિક્ષીતે તેનાં ડાન્સથી દર્શકોને ખુશ કરી દીધા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકરિયરમાં ટોચ પર હતી ત્યારે અજય સાથે લગ્ન કરવાનો નિર્ણય કપરો હતો : કાજોલ દેવગણ
Next articleવિન ડીઝલને દીપિકા પાદુકોણની યાદ આવી, ફોટોગ્રાફ શેર કરી દીપિકા માટે લખી પોસ્ટ