Home દેશ - NATIONAL કાશ્મીર મુદ્દે અમેરિકાની મધ્યસ્થિ, ભારતનો અસ્વીકાર, પાકિસ્તાનનો સ્વીકાર

કાશ્મીર મુદ્દે અમેરિકાની મધ્યસ્થિ, ભારતનો અસ્વીકાર, પાકિસ્તાનનો સ્વીકાર

389
0

(જી.એન.એસ), તા.૫
કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉગ્ર બનતી તંગદિલી શાંત પાડવા અમેરિકાએ મધ્યસ્થિ કરવાની દર્શાવેલી તૈયારી અંગે ભારતને ચોખ્ખી ના પાડી છે જ્યારે પાકિસ્તાન સંમતી વ્યક્ત કરી છે.
અમેરિકાએ ગઈકાલે-મંગળવારે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલીમાં ઘટાડો કરવા અમેરિકા જગ્યા બનાવવાનો પ્રયાસ કરશે. અમેરિકા બંને દેશો વચ્ચે કાંઈક અમંગળ ઘટના બને ત્યાં સુધી રાહ જોઈ શકે નહીં.
ભારતે જોકે અમેરિકાની આ ઓફરને ધરાર ફગાવી છે. ભારત કહે છે જમ્મુ અને કાશ્મીર બે દેશો વચ્ચેનો મુદ્દો છે અને તેનો દ્વિપક્ષીય રીતે જ ઉકેલ લાવવો જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તાં ગોપાલ બાગલે જણાવ્યું હતું કે આતંકવાદ મુક્ત અને હિંસારહિત વાતાવરણનું સર્જન થશે તે પછી જ ભારત બધા દ્વિપક્ષીય મુદ્દે પાકિસ્તાન સાથે વાટાઘાટો કરશે. અમને આશા છેકે પાકિસ્તાન આતંકવાદનો અંત લાવે તે માટે આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંગઠનો પ્રયાસ કરશે. કારણ કે સમગ્ર ક્ષેત્રની શાંતિ માટે તે સૌથી મોટું જોખમ છે.
બીજીબાજુ અમેકિતામાં પાકિસ્તાનના રાજદૂત એજાઝ અહેમદ ચૌધરીએ જણાવ્યું હતું કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે અમેરિકાની કોઈ પણ સકારાત્મક ભૂમિકાની આ ક્ષેત્રમાં સારી અસર પડશે. પાકિસ્તાન આ પ્રકારના પ્રયાસોમાં રસ ધરાવે છે. કેમ કે અમે ભારત સાથે સારા સંબંધોની તરફેણ કરીએ છીએ.
પાકિસ્તાન ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારો મત એવો છે કે ભારત અને પાકિસ્તાને પરસ્પરની તંગદિલીમાં ઘટાડો કરવા સીધેસીધી વાતચીત કરવી જોઈએ. પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થાને આવકારે છે. આટલું જ નહીં પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં પણ વિવિધ સ્તરે આ મુદ્દો સતત ઉઠાવે છે. પાકિસ્તાન કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસોની તરફેણ પણ કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field