Home ગુજરાત ગાંધીનગર કાળઝાળ ગરમીમાંથી જલ્દી રાહત મળી શકે તેવા કોઈ એંધાણ જણાતા નથી: હવામાન...

કાળઝાળ ગરમીમાંથી જલ્દી રાહત મળી શકે તેવા કોઈ એંધાણ જણાતા નથી: હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીની આગાહી

24
0

(જી.એન.એસ) તા.૨૪

ગાંધીનગર,

ગુજરાતમાં જાણે આકાશમાંથી આગ વરસતી હોય તેવી ભયંકર ગરમી પડી રહી છે જેના લોકો ખુબ જ પરેશાન છે હજુ રાહત મળવાના કોઈ એંધાણ જણાતા નથી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ રાજ્યભરમાં આજે પણ સૂર્યદેવ કોપાયમાન રહેશે. સતત બીજા દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું રેડ એલર્ટ રહેશે અને સતત બીજા દિવસે તાપમાન 46 ડિગ્રીને પાર જઈ શકે છે. રાજ્યના 20 જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. આજ સવારથી જ ગરમીનો અનુભવ થઈ શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમ પવન ફુંકાઈ શકે છે.

રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી , ભાવનગર, જૂનાગઢ, કચ્છ, આણંદ, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલમાં ગરમીનો પારો ઊંચકાએલો રહેશે.

રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અમદાવાદ શહેરમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. ગાંધીનગરમાં 46 અને સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી તાપમાન પહોંચ્યુ હતું. ડીસામાં 45.4 ડિગ્રી અને અમરેલામાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત હાઈકોર્ટે રાજ્યના જિલ્લા ન્યાયાલોયમાં કૂલ 198 જગ્યાઓ તથા રાજ્યની ઔદ્યોગિક ન્યાયાલયોમાં કૂલ 12 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી
Next articleમંત્રી પુરુષોત્તમ સોલંકીના 64મા જન્મદિવસની ઉજવણીમાં ઉમટ્યા કોળી સમાજના આગેવાનો અને યુવાનો