Home ગુજરાત કામરેજ ગામ ખાતે PMAY યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ કરી અભિનંદન અને શુભેચ્છાઓ...

કામરેજ ગામ ખાતે PMAY યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ કરી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવતા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

34
0

(G.N.S) dt. 10

કામરેજ ગામ ખાતે PMAY યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ કરી અભિનંદન સહ સુખમય ભવિષ્યની શુભેચ્છા પાઠવતા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી અને માન. મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાતમાં વિવિધ આવાસ યોજનાઓ હેઠળ ₹2,933 કરોડના ખર્ચે કુલ 1,31,454 આવાસોનું ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ કરાયું.

ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રોને એક સાથે જોડતા આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમ #ViksitBharatViksitGujarat અન્વયે કામરેજ ગામ ખાતે યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ કરી અભિનંદન સહ સુખમય ભવિષ્યની શુભેચ્છા પાઠવી.

મંત્રી શ્રી એ કહ્યું હતું કે, આ યોજના હેઠળ બનેલા આવાસો પૈકી ખૂબ મોટી સંખ્યામાં આવાસો મહિલાઓના નામે છે તે ઘણા આનંદની વાત છે.

તેમજ મંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે, આ “આવાસોત્સવ”ના અવસરે ‘ઘરના ઘર’ થકી ગુજરાતના અનેક પરિવારોને સમૃદ્ધિની સુવાસ મહેકી ઉઠી છે અને પોતાના સપનાનું ઘર સાકાર થયું છે, ત્યારે આવાસ મેળવનાર સૌ પરિજનો માટે આ ઘર સામાજિક સલામતી અને સુખનું કાયમી સરનામું બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય આવાસ યોજનાઓ હેઠળ નિર્મિત સમગ્ર ગુજરાતમાં 1.3 લાખથી વધુ મકાનોનું ઉદઘાટન અને ભૂમિપૂજન કર્યું
Next articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે મા અંબા ના દર્શન કરી માઈભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઇન મળી રહે એ માટે ફુલ ફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી