Home દુનિયા - WORLD કાબુલમાં ફરી એકવાર શીખ ગુરૂદ્વારા પર હુમલો થયો

કાબુલમાં ફરી એકવાર શીખ ગુરૂદ્વારા પર હુમલો થયો

47
0

(જી.એન.એસ),તા.૧૮
અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરૂદ્વારા કર્તે પરવાન પર ઘાતક હુમલો થયો છે. સમાચારોમાં કહેવામાં આવી રહ્યું હતું કે, આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે. શીખ ગુરૂદ્વારની આસપાસના વિસ્તારોમાં ગોળીબાર તો બીજીતરફ બ્લાસ્ટનો પણ અવાજ સંભળવા મળ્યો હતો. વિસ્ફોટના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા. હજુ સુધી તાલિબાન તરફથી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નતી. કહેવામાં આવી રહ્યું છે કે, બે હુમલાખોર હજુ પણ ગુરૂદ્વારાની અંદર હાજર છે. ગુરૂદ્વારની અંદર પણ બે વિસ્ફોટ થયા છે. અફઘાન પત્રકાર બિલાલ સરવરીએ તાલિબાનના અહેવાલથી જણાવ્યું કે ગુરૂદ્વારાના ગેટ બહાર સૌથી પહેલા વિસ્ફોટ થયો. જેમાં ઓછામાં ઓછા બે અફઘાન લોકો માર્યા ગયા છે. ત્યારબાદ ગુરૂદ્વારાની અંદર બે વિસ્ફોટ થયા. આ હુમલામાં ગુરૂદ્વારા નજીક આવેલી કેટલીક દુકાનમાં પણ આગ લાગી હતી. બે હુમલાખોર હજુ પણ ગુરૂદ્વારાની અદંર હાજર છે અને તાલિબાની સુરક્ષાકર્મી તેમને જીવતા પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અફઘાન મીડિયાના રિપોર્ટ અનુસાર આ હુમલા દરમિયાન લાંબા સમય સુધી ગોળીબાર થયો અને વિસ્ફોટ પણ થયા. તાલિબાની સુરક્ષા દળે હુમલા પણ કોઈ ટિપ્પણી કરી નથી. આ ગુરૂદ્વારાની આસપાસ મોટી સંખ્યામાં શીખ લોકો રહે છે. અગાઉ પણ આ ગુરૂદ્વારા પર ઘણી વખત ઘાતક હુમલા થઈ ચુક્યા છે. તાલિબાને અગાઉ દાવો કર્યો હતો કે તેણે ગુરૂદ્વારા કર્તે પરવાન પર હુમલો કરનારની ધરપકડ કરી લીધી છે. તાલિબાને કહ્યું હતું કે, આ હુમલાખોરોને ન્યાયની અદાલતોમાં રજૂ કરવામાં આવશે. ગત વર્ષે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં કાબુલના આ ગુરૂદ્વારામાં કેટલાક હથિયારધારી છોકરાઓ જરબદસ્તી ઘુસી ગયા હતા. તેમણે સુરક્ષામાં તૈનાત ગાર્ડ્‌સને કસ્ટડીમાં લીધા અને સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. રિપોર્ટ્‌સ અનુસાર ૧૫-૧૬ હથિયારધારી અજ્ઞાત લોકો ગુરૂદ્વારાની અંદર બપોરના સમયે પહોંચ્યા હતા. આ લોકોએ ત્રણ ગાર્ડ્‌સના હાથ-પગ બાંધી દીધા. તેમને સીસીટીવી પણ તોડી દીધા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન મોદીએ માતા હીરાબાના પગ ધોઈ આશીર્વાદ મેળવ્યા
Next articleઅમેરિકાની શાળામાં બાળકોને દારૂ અને સિગરેટ સાથે ટોપલેસ ફોટોશૂટ કર્યો