(જી.એન.એસ) તા.૨૭
ગાંધીનગર,
તા.૨૭, નવેમ્બર ૨૦૨૪ ના રોજ ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે.દવેએ કલોલ તાલુકાની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન સૌપ્રથમ કલેકટરશ્રીએ તાલુકા સેવા સદન કલોલ ખાતે જન સેવા કેન્દ્રની મુલાકાત લઈ અરજદારો સાથે સંવાદ કરી સેવાઓની ગુણવત્તા, સ્ટાફની વર્તણુક, સ્વચ્છતા તથા અન્ય સવલતો બાબતે પ્રતિભાવો મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સરકારશ્રીની સૂચના મુજબ દર મહિને ચોથા બુધવારે તાલુકા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં મહિનાની ૧૦મી તારીખ પહેલાં લોકો પોતાનો પ્રશ્ન તાલુકા મામલતદાર કચેરીએ અથવા ગ્રામ સ્વાગત હેઠળ ગ્રામ પંચાયત કચેરી રજૂ કરી શકે છે જે અંતર્ગત નવેમ્બર -2024, કલોલ તાલુકા સ્વાગત કાર્યક્રમ કલેકટર શ્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો,જેમાં લોકોના પ્રશ્નો અને લાગતા વિભાગના પ્રત્યુતરની સમીક્ષા કરી, પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે ઘટિત સૂચન કર્યું હતું. કલોલ તાલુકાની આ મુલાકાત દરમિયાન કલેકટરશ્રીએ સબ રજીસ્ટ્રાર કચેરી,મામલતદાર કચેરી, અને પ્રાંત અધિકારી કચેરીની વિવિધ શાખાઓ જેવી કે ઇ -ધરા કેન્દ્રની મુલાકાત લીધી હતી. કલેકટરશ્રીએ સ્ટાફ બેઠક દરમિયાન સેવા થકી આત્મસંતોષ મેળવવા,માનવીય અભિગમ સાથે અરજદારનું કામ વહેલી તકે પૂર્ણ કરવા, તેમજ કોઈ અરજદારને મુશ્કેલી ના પડે તેનું ધ્યાન રાખવા સૌને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.