Home ગુજરાત ગાંધીનગર કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે મહિલાલક્ષી યોજના અને કાયદાકિય જાગૃતિ માટે કાર્યક્રમ...

કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે મહિલાલક્ષી યોજના અને કાયદાકિય જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

1
0

(જી.એન.એસ)તા.૨૫

ગાંધીનગર,

કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે મહિલા અને બાળ અધિકારશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા હિંસા નાબૂદી, જાતિગત ભેદભાવ અને જાતીય હિંસા પરત્વે જાગૃતિ કાર્યક્રમ કરેલ અને મહિલાલક્ષી યોજના અને કાયદાકિય જાગૃતિ માટે કાર્યક્રમનુ આયોજન DHEW, OSC, PBSC  દ્વારા કરવામાં આવેલ જેમાં મહિલા અને બાળ વિભાગની વિવિધ  યોજના તથા મહિલાલક્ષી કાયદાની સમજૂતી આપવામાં આવી હતી. ઉપરાંત જેમની ગંગા સ્વરૂપા આર્થિક સહાય  બંધ હતી તેમના ડોક્યુમેન્ટ લઈ શરૂ કરાવવામાં આવી હતી અને વ્હાલી દીકરી યોજનાના હુકમ વિતરણ કર્યા તથા “બેટી બચાઓ બેટી પઢાવો” યોજના હેઠળ દીકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને રાજ્ય સરકાર દ્રારા “નારી શક્તિ જળ શક્તિ” અભિયાન ચાલી રહ્યું છે તે અભિયાન અંતર્ગત  મહિલાઓને પાણી બચાવો તથા પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો તે વિષે માહિતી પણ આપવામાં આવી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૮ નવેમ્બરના રોજ જોબફેરનું આયોજન
Next articleગુજરાતના દૂધ ઉત્પાદનમાં ગત ૨૨ વર્ષ દરમિયાન ૧૧૯.૬૩ લાખ મેટ્રિક ટનનો વધારો; સરેરાશ ૧૦.૨૩ ટકાનો વધારો