Home ગુજરાત ગાંધીનગર કલોલના બિલેશ્વરપુર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર તથા ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીશ્રીના...

કલોલના બિલેશ્વરપુર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર તથા ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીશ્રીના દફતરની મુલાકાત લઈ ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીએ ગામ લોકોના પ્રતિભાવો પણ મેળવ્યા

7
0

(જી.એન.એસ) તા.૧૦

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી મેહુલ કે. દવે દ્વારા ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં અચાનક મુલાકાત લેવાનો સિલસિલો યથાવત છે. જિલ્લાના નાગરિકો માટે ઊભી કરેલી સગવડો નાગરિકોને યોગ્ય રીતે મળે છે કે કેમ! તથા સરકારી તંત્ર દ્વારા યોગ્ય કામગીરી થાય છે કે નહીં, તે તપાસવાના હેતુ અને મંથરગતિથી ચાલતી કાર્યપદ્ધતિને ગતિમાં લાવી નાગરિકોના કામ સમયસર થાય તથા યોજનાકીય લાભો સમયસર મળી રહે તે માટે આવી ઓચિંતી મુલાકાતોનો દોર કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા શરૂ કરાયો છે. જેના ભાગરૂપે કલેક્ટર શ્રી ગાંધીનગર દ્વારા કલોલ તાલુકાના બિલેશ્વરપુર ગામની મુલાકાત કરવામાં આવી. તા.10 ડિસેમ્બર, 2024 ના રોજ કલેકટરશ્રી ગાંધીનગર દ્વારા કલોલ તાલુકાના બિલેશ્વરપુર ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન સૌપ્રથમ ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીશ્રીના દફતરની સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી. આ તપાસણી અંતર્ગત ખાસ કરીને મહેસુલ વસૂલાતની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ બિલેશ્વરપુરા ગામમાં કાર્યરત પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત પણ કલેકટરશ્રી દ્વારા લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ પેટા આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ દવાઓ તેમજ ત્યાં આપવામાં આવતી સારવારની સમીક્ષા કરી હતી. આ સાથે જ તેમણે ગામના વડીલો, આગેવાનો, બહેનો, માતાઓ સાથે સંવેદના સભર સંવાદ કરી ઉપલબ્ધ સુવિધા- સેવાઓની ગુણવત્તા, નિયમિતતા અંગે પ્રશ્નોની ચર્ચા કરી સૌના પ્રતિભાવો પણ મેળવ્યા હતા ‌. અંતે કલેકટરશ્રીએ દરેક કર્મચારીઓને ‘જન સેવા થકી જ પ્રભુ સેવા’ એમ જણાવતા, નિષ્ઠાથી અને પૂરી લગનથી નાગરિકોની સુખાકારીને ધ્યાને રાખી કાર્ય કરવા પ્રોત્સાહિત પણ કર્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field