Home ગુજરાત ગાંધીનગર કલેકટર શ્રી ગાંધીનગર ના ‘પ્રેરણા પ્રવાસ’ થકી સીધા સંવાદના લીધે છેલ્લા બે...

કલેકટર શ્રી ગાંધીનગર ના ‘પ્રેરણા પ્રવાસ’ થકી સીધા સંવાદના લીધે છેલ્લા બે મહિનામાં ગાંધીનગર જિલ્લામાં ૨૦૦ કરતા વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા

12
0

કલેકટરશ્રી ગાંધીનગરની “શાલીગ્રામ ગીર ગૌશાળા” દંતાલી, કલોલ ખાતે પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત

(જી.એન.એસ)તા.૧૨

ગાંધીનગર,

પ્રેરણા પ્રવાસ સાથે ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચશ્રી અને ગ્રામ જનો સાથે સંવાદ કરી ગ્રામ કક્ષાએ કાર્યરત પંચાયત કચેરી, શાળા, આંગણવાડી અને પેટા આરોગ્ય કેન્દ્ર ની કામગીરીની સમીક્ષા કરી પાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે હેતુથી ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ દવે દ્વારા  પ્રેરણા પ્રવાસ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ગાંધીનગર જિલ્લાના ખેડૂતોની મુલાકાત લઈ તેમનો ઉત્સાહ વધારવા ના તથા જિલ્લાના અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાના સફળ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.આ પ્રયાસના ભાગરૂપે તા. ૧૨/૧૧/૨૦૨૪ ના રોજ કલેક્ટરશ્રી ગાંધીનગર મેહુલ દવે દ્વારા “શાલીગ્રામ ગીર ગૌશાળા” ગામ- દંતાલી, તા- કલોલ ખાતે શ્રી પટેલ ગોપાલભાઇ માવજીભાઇ ના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત દરમિયાન જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે  કલેક્ટરશ્રી  દ્વારા ખેડૂતોને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન આપતા જણાવામાં આવ્યું હતું કે, “આપણો સાંસ્કૃતિક વારસો જાળવી પ્રકૃતિ તરફ પાછા વળી પ્રાકૃતિક કૃષિ અપનાવીએ” કલેક્ટરશ્રી  ગાંધીનગર  દ્વારા ગાંધીનગર જિલ્લા ખાતે દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગર એમ ચાર તાલુકાની આ આઠમી મુલાકાત દરમ્યાન હાલ શ્રી ગોપાલભાઇ, શ્રી સુરેશભાઇ તથા શ્રી કરશનભાઇ દ્વારા તૈયાર કરેલ પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં ૨૪૭- ગીર ગાયો ધારાવતી શાલીગ્રામ- ગૌશાળા,  પાકૃતિક કૃષિ ફામમાં ૧૦,૦૦૦ લીટર જીવામૃત ઉત્પાદન ક્ષમતા ધરાવતા જીવામૃત પ્લાન્‍ટની મુલાકાત લેવાઈ છે. આ ફાર્મમાં અંદાજે ૮૫ વિઘા જમીનમાં ગાય માટેના ઘાંસચારા તેમજ સરઘવા, હળદર, રિંગણ-ટામેટા-દુધી-મરચા જેવા શાકભાજીની ખેતી કરવામાં આવી રહેલ છે. તેમજ તાજેતરમાં  ચોખ્ખી હવા માટે લિમડાના વાવેતર વાળા ઓક્સિજનપાર્ક નું નિર્માણ પણ કરવામાં  આવ્યું છે. કલેકટર શ્રીએ આ પાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત કરાવી હાજર રહેલ ખેડૂતોને આ ફાર્મ પરથી પ્રેરણા લઇ તેમના ગામમાં પણ આવા મોડલ ફાર્મ તૈયાર કરાવા અપિલ કરી હતી તેમજ પ્રાકૃતિક કૃષિ બાબતે અન્ય ખેડૂતોને પણ જાગૃત કરવા તેમજ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવા પ્રયાસ હાથ ધરવાના ભાગ રૂપે ગાંધીનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની આવા મોડલ ફાર્મ ખાતે પ્રેરણા પ્રવાસ ગોઠવવા સુચન આપ્યુ હતું.  ખેડૂત ભાઇઓને પોતાની રાસાયણીક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળવાની પહેલ કરવા તેમજ પ્રથમ જમીનના ૧-૨ વિઘા જમીનમાં અથવા થોડા ભાગમાં પણ પ્રાકૃતિક કૃષિ ચાલુ કરવા તથા તેના અનુભવે ધીમે ધીમે પાકૃતિક ખેતી વધારવા વિનંતી કરી કરી હતી.

આ ઉપરાંત ગોલથરા ગામના પાકૃતિક કૃષિ કરતા ખેડૂતભાઇ શ્રી રવાજી મંગાજી ઠાકોર દ્વારા ઓછી જમીનમાં પણ કપાસ-દિવેલા પાક સાથે મિશ્ર પાક પધ્ધતી દ્વારા શાકભાજી પાકની ખેતી કરી પ્રાકૃતિક કૃષિ અંગેના પોતાના અનુભવો આ મુલાકાત અંતર્ગત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ ખેડૂત રવાજીએ તમામ ખેડૂત ભાઇઓ-બહેનોને આવનારી પેઢીને  રસાયણ મુક્ત ખેત પેદાશ મળે તે હેતુથી પાકૃતિક ખેતી અપનાવવા વિનંતી પણ કરી હતી. આ પ્રેરણા પ્રવાસ દરમિયાન શ્રી પી. કે. કેવડિયા, પ્રોજેકટ ડાયરેક્ટર-આત્મા દ્વારા માન.કલેક્ટર સાહેબ તેમજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અન્વયે જિલ્લામાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ કલેક્ટરશ્રીની ચારેય તાલુકામાં પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત અને ખેડૂતો સાથેના સીધા સંવાદ ના લીધે છેલ્લા બે મહિનામાં ગાંધીનગર જિલ્લામાં ૨૦૦ કરતા વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા હોવાનું જણાવ્યુ હતુ.પરિણામે પ્રેરણા પ્રવાસ સફળ સાબિત થતાં કલેક્ટરશ્રી ગાંધીનગર દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શ્રી પી.કે.કેવડિયા, પ્રોજેકટ ડાયરેક્ટર-આત્મા, કલોલ તાલુકાના પ્રાંત અધિકારીશ્રી પટેલ મયંકભાઇ, મામલતદારશ્રી-કલોલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી-કલોલ, કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર-રાંધેજાના વિષય નિષ્ણાંત શ્રી પ્રભાતસિંહ જાદવ તેમજ આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી ખાતાના અધિકારીગણ તેમજ આજુબાજુના ૭ ગામના ૮૧ ખેડૂત ભાઈઓ તથા બહેનો હાજર રહેલ. કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ દવેએ પ્રેરણા પ્રવાસ બાદ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચશ્રી અને ગ્રામ જનો સાથે સંવાદ કરી ગ્રામ કક્ષાએ કાર્યરત પંચાયત કચેરી, શાળા, આંગણવાડી અને પેટા આરોગ્ય કેન્દ્ર ની કામગીરીની સમીક્ષા કરી તથા  આરોગ્ય શિક્ષણ અને પોષણ લગતી યોજનાઓની  કામગીરીનો એહવાલ પણ મેળવ્યો હતો.જેમાં આંગણવાડીના ૧ બાળક કુપોષિત રેડ કેટેગરીમાં જણાતા, મેડિકલ સ્ટાફ અને આંગણવાડી કાર્યકર બહેનોને વિશેષ પ્રયત્ન કરવા સૂચન કર્યું હતું. કેન્દ્ર સરકારશ્રીની નવી પહેલ મુજબ ૭૦+ ઉંમરના તમામ વડીલોને PMJAY યોજનાનો લાભ આપવાનો હોય છે .જે અંતર્ગત ગામના આવા ૧૭ નવા  કાર્ડ કાઢી આ યોજનાનો લાભ જરુરત મંદો સુધી પહોંચાડવાની હેલ્થ સ્ટાફની કામગીરી બિરદાવી બાકી કામગીરી ત્વરિત પૂર્ણ કરવા પણ કલેકટર શ્રી દ્વારા સૂચના આપવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન હાજર અધિકારીઓ અને કર્મચારીઓને સુશાસન, વ્યવસ્થા અને લોક સેવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .ગ્રામ કક્ષાએ મળતી વન ડે સર્વિસ પૈકી આવકના દાખલાના લાભાર્થીને કલેકટરશ્રીએ એમના હસ્તે દાખલો આપી એમનો પ્રતિભાવ પણ મેળવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજીયુવીએનએલની વીજ વિતરણ કંપનીઓના ગ્રાહકો માટે ઓનલાઇન કન્ઝ્યુમર ગ્રીવન્સ રિડ્રેસલ ફોરમ (ઈ-CGRF) ની ખાસ સુવિધા
Next articleઆજનું પંચાંગ (13/11/2024)