Home ગુજરાત ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ દવે દ્વારા ગાંધીનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા ઘણા લાંબા સમયથી...

કલેકટરશ્રી મેહુલ દવે દ્વારા ગાંધીનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા ઘણા લાંબા સમયથી ચાલતા અવિરત પ્રયત્નોના ભાગ રૂપે છેલ્લા અઠવાડિયામાં 10 વાહનો જપ્ત : કુલ 230 લાખનો મુદ્દામાલ જપ્ત

1
0

(જી.એન.એસ) તા.૧૩

ગાંધીનગર,

કલેક્ટરશ્રી,ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી ની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીયટીમ દ્વારા ગાંધીનગર જીલ્લામાં છેલ્લા અઠવાડિયામાં વાહન ચેકીંગની સઘન કામગીરી અલગ-અલગ વિસ્તારમાં રાત્રિ-દિવસના સમયે હાથ ધરી સાદીરેતી અને સાદીમાટી ખનિજના બિનઅધિકૃત વહન કરતાં  06  વાહનો અને ઓવરલોડ ખનિજના વહન કરતાં 04 વાહનો એમ કુલ 10 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ વાહનો પૈકી ડમ્પર નં. GJ-18-BT-9199 સાદીમાટી ખનિજના ઓવરલોડ વહન કરતાં ગાંધીનગર તાલુકાના ભાટ ગામ ખાતેથી,  ડમ્પર નં.GJ-07-YZ-7047 સાદીરેતી ખનિજના રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરતાં કલોલ તાલુકાના હાજીપુર ગામ ખાતેથી,  ડમ્પર નં.GJ-01-JT-7276 સાદીરેતી ખનિજના ઓવરલોડ વહન કરતાં ગાંધીનગર તાલુકાના વાવોલ ગામ ખાતેથી, ટ્રેકટર ચેસીસ નં. MBNAAAEALRJFO5388 સાદીરેતી ખનિજના બિનઅધિકૃત વહન કરતાં ગાંધીનગર તાલુકાના દોલારાણાવાસણા ગામ ખાતેથી,  ડમ્પર નં.GJ-35-T-3679 સાદીરેતી ખનિજના ઓવરલોડ વહન કરતાં ગાંધીનગર તાલુકાના પેથાપુર ગામ ખાતેથી, ડમ્પર નં.GJ-07-YZ-1313 સાદીરેતી ખનિજના રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરતાં ગાંધીનગર તાલુકાના મોટા ચિલોડા ગામ ખાતેથી, ડમ્પર નં.GJ-02-ZZ-9684 સાદીરેતી ખનિજના રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરતાં ગાંધીનગર તાલુકાના કોબા ગામ ખાતેથી,  ડમ્પર નં.GJ-01-DZ-0170 ખનિજના ઓવરલોડ વહન કરતાં ગાંધીનગર તાલુકાના ઉનાવા ગામ ખાતેથી, ડમ્પર નં.GJ-01-JT-7929 ખનિજના રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરતાં ગાંધીનગર તાલુકાના ઉનાવા ગામ ખાતેથી,  ડમ્પર નં.GJ-18-BV-0494 ખનિજના રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરતાં ગાંધીનગર તાલુકાના પિપળજ ચેકપોસ્ટ ખાતેથી એમ બિન અધિકૃત વહન કરતા કુલ આશરે 230 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જયાં ઓક્ટોબર-૨૦૨૪ થી આજ દિન સુધી ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહના કુલ 103 કેસો કરી 79.3 લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ ચાલુ વર્ષ-૨૦૨૪-૨૫ દરમ્યાન ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહના કુલ 219  કેસો કરી 217.67 લાખની વસુલાત કરવામાં આવેલ છે. તેમજ 1599.32 લાખની દંડકીય રકમની ખનિજના બિનઅધિકૃત ખનન સબબની કુલ બે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field