Home દેશ - NATIONAL કર્ણાટકમાં પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસ નેતાઓને આપી ગાળો, વીડિયો વાયરલ થતાં માગી માફી

કર્ણાટકમાં પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસ નેતાઓને આપી ગાળો, વીડિયો વાયરલ થતાં માગી માફી

25
0

કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલરની વચ્ચે વિખવાદ શાંત થવાનું નામ નથી લેતો. હવે JDS નેતા અને રાજ્યના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. તેમાં કુમારસ્વામી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ વિધાનસભા સ્પિકરને ગાળો આપતા દેખાઈ રહ્યા છે. જો કે, વિવાદ વધતા કુમારસ્વામીએ માફી માગી હતી. કુમારસ્વામી વીડિયોમાં કોંગ્રેસના જે નેતાઓને ગાળો આપી રહ્યા છે, તેમનું નામ કેઆર રમેશ કુમાર છે. તે રાજ્યમાં વિધાનસભાના 16માં સ્પીકર રહી ચુક્યા છે.

કુમારસ્વામીના વીડિયોને કર્ણાટક કોંગ્રેસે પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. પાર્ટીએ લખ્યું છે કે, કુમારસ્વામીને શ્રીનિવાસપુર વિધાનસભા ક્ષેત્રમાં કારમાં સવાર થવા જોઈ શકાય છે. આ દરમિયાન તેઓ પૂર્વ સ્પીકર કેઆર રમેશને ગાળો આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, કુમાર આ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે. કોંગ્રેસે કુમારસ્વામીનો વીડિયો ટ્વિટ કરતા લખ્યું છે કે, રાજનીતિના આધાર પર નફરત ન હોવી જોઈએ. આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ અથવા વ્યવહાર કરીએ છીએ, તે આપણા વ્યક્તિત્વનો અરીસો હોય છે.

કુમારસ્વામીને ટેગ કરતા કર્ણાટક કોંગ્રેસે લખ્યું છે કે, આપે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, તે આપની મહિમા કરતા નથી. રાજનીતિની ગરીમાને પણ બચાવશે નહીં. વૃદ્ધોએ અમને કહ્યું છે કે, રાજનીતિ એકબીજાનું સન્માન કરવાની સાથે કરી શકાય છે. આ વિવાદ વધતા કુમારસ્વામીએ તુરંત રિસ્પોન્સ આપ્યો અને કહ્યુ કે, પૂર્વ અધ્યક્ષ રમેશ કુમાર માટે મેં જે શબ્દોનો ઉપયોગ છે, તેનાથી મને પણ દુખ થયું છે.

આ શબ્દોનો ઉપયોગ ન તો મારો ટ્રેડમાર્ક છે, ન તો આ મારુ વ્યક્તિત્વ છે. જો તેનાથી રમેશ કુમાર અથવા અન્ય કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો, મને ખેદ છે. કુમારસ્વામીએ કહ્યું કે, તે શ્રીનિવાસપુર વિધાનસભા વિસ્તારની બંગાવાડી ગામમાં એક સ્કૂલની જર્જર હાલત જોઈને દુખી હતા. તેમણે કહ્યું કે, મને એ સાંભળીને ગુસ્સો આવ્યો હતો કે, બાળકો છેલ્લા બે ત્રણ વર્ષથી સ્કૂલની સામે ઘોડા માટે બનેલી એક જગ્યા પર બેસીને ભણી રહ્યા હતા.

કુમારસ્વામીએ કહ્યું કે, બાળકોના આંસુઓએ મને ગુસ્સો અપાવી દીધો અને એટલા માટે મારા મોંમાથી ગાળ નિકળી ગઈ. કુમારસ્વામીએ માફી માગતા કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો. આપને જણાવી દઈએ કે, કુમારસ્વામીની પાર્ટી જેડીએસ અને કોંગ્રેસ રાજ્યમાં ગઠબંધન કરી ચુકી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનોઈડાની જિલ્લા જેલમાં થયો AIDS બ્લાસ્ટ!…26 કેદીઓ નિકળ્યા HIV પોઝિટિવ
Next articleકર્ણાટકના મુખ્યમંત્રીએ એવું નિવેદન આપ્યું કે જેને લઈને એક નવો વિવાદ શરુ થયો