ભાજપનો પનો ટુંકો પડતાં, કોંગ્રેસની ઓફર જેડીએસે સ્વીકારી, કુમારસ્વામીએ કર્યો સરકાર રચવાનો દાવો
ભાજપ સૌથી મોટી પાર્ટી બની હોઇ તેને સરકાર બનાવવા પહેલું આમંત્રણ આપી શકે છે રાજ્યપાલ વજુભાઇ વાળા
(જી.એન.એસ.) બેંગ્લુરુ, તા.15
કર્ણાટકના પરિણામમાં ટ્વિસ્ટ આવ્યું છે, ભાજપનો વિજય રથ બહુમતથી આગળ ધપ્યા બાદ રૂઝાનના અંતિમ તબક્કામાં ભાજપની સરસાઈ ઘટીને 104 બેઠકો સુધી સિમિત રહી હતી. દરમિયાન બીજીતરફ કોંગ્રેસે જેડીએસને સરકાર રચવા ટેકો આપવાની જાહેરાત કરી છે. જેડીએસના દેવગૌડાના પુત્ર કુમારસ્વામીને સીએમ પદ ઓફર કરવામાં આવતાં જેડીએસે કોંગ્રેસની ઓફર સ્વીકારી લીધી અને કર્ણાટકમાં સરકાર રચવાનો દાવો કરી દીધો છે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની મતગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ હતી. ચાર કલાકથી વધુની મતગણતરી બાદ પરિણામનું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળ્યું હતું. કર્ણાટકમાં ‘કમળ’એ કમાલ કરતા સત્તા પરિવર્તન નિશ્ચિત જણાતું હતું પરંતુ ભાજપનો વિજય રથ બહુમતિથી 9 સીટ દુર 104 સીટો પર અટકી ગયો હતો. કોંગ્રેસ બીજો મોટો પક્ષ રહ્યો છે તેમજ જેડીએસ ત્રીજા ક્રમે છે.
જોકે કર્ણાટકમાં જાતિવાદનું કાર્ડ કોંગ્રેસ પર બૂમરેંગ થયું હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. લિંગાયત સમુદાયની વસતિ ધરાવતા ગઢમાં કોંગ્રેસ ઉંધે માથે પડી છે. પોલિટિકલ એક્સપર્ટ્સના મતે કર્ણાટકમાં ભાજપ સરકાર રચે તેવી શક્યતા છે. આ સાથે જ ભાજપના કેમ્પમાં હર્ષ અને ઉલ્લાસની લહેર છવાઈ ગઈ હતી પરંતુ બપોર પડતા-પડતા બહુમતીનો પેચ ફસાઇ ગયો. એક સમયે રૂઝાનમા બહુમતીનો 112નો આંકડો પાર કરી ચૂકેલ ભાજપ હાલ 105 સીટો પર જ સમેટાઇ ગઇ હતી. આમ બહુમતીના આંકડાથી 8 સીટ દૂર રહી છે.
કર્ણાટકમાં હાજર કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીના આદેશથી દેવેગોડા અને તેમના દીકરા કુમારસ્વામી બંને સાથે ફોન પર વાત કરી કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવા મુદ્દે રાજી કરી લીધા હતા
ગુલામ નબી આઝાદે કહ્યું કે જેડીએસ સરકાર ચલાવશે. તેમણે આગળ કહ્યું કે ગવર્નર સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે. ગવર્નરને કહેવામાં આવશે કે અમારી પાસે ભાજપ કરતા વધુ સીટ્સ છે.
222 સીટો માટ આ ચૂંટણીમાં 105 પર આગળ ચાલી રહેલા ભાજપને 8 બીજી સીટોની જરૂર પડશે. જો કર્ણાટક જનતા પાર્ટી, બસપા, અને એક અપક્ષ ભાજપને સમર્થન આપે છે તો તેઓ 107 પર પહોંચશે પરંતુ બહુમતથી ત્યારે પણ 6 સીટ દૂર જ રહેશે. એવામાં જો ભાજપને બહુમત એકત્ર કરવાની છે તો તેઓ જેડીએસ કે કૉંગ્રેસના કેટલાંક ધારાસભ્યોના પલ્લામાંથી તેમને રાજીનામાં અપાવાનો દાવ રમી શકે છે. એવામાં આ સીટો પર ફરીથી ચૂંટણી થશે અને જીત પ્રાપ્ત કરીને બહુમત એકત્ર થઇ શકશે.
કર્ણાટકમાં 12 મેના રોજ 224 સીટોમાંથી 222 પરે એક ફેઝમાં ચૂંટણી યોજાઈ હતી. રાજ્યની રચનાના 46 વર્ષ બાદ આ વખતે સૌથી વુધ 72.13% વોટિંગ થયું. 2008 (65.1%)ની સામે 2013 (71.45%)માં લગભગ 6% વોટિંગ વધુ થયું હતું. ત્યારે સરકાર બદલાઈ ગઈ હતી અને ભાજપએ પહેલીવાર રાજ્યમાં પૂર્ણ બહુમતની સાથે સરકાર બનાવી હતી. આ વખતે પણ એવું જ થયું. કોંગ્રેસ સત્તાથી બહાર થઈ ગઈ.
કોંગ્રેસનો દાવ ઉલટો પડ્યો, ભાજપે પોતાની લિંગાયત વોટ બેન્ક જાળવી રાખી
સિદ્ધારમૈયા ચૂંટણીની તારીખોનું એલાન થયા પહેલા જ રાજ્યમાં લિંગાયત કાર્ડ રમ્યા. આ સમુદાયને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપવા વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્રની મંજૂરી માટે મોકલી આપ્યો. માનવામાં આવી રહ્યું છે કે સિદ્ધારમૈયાનો આ દાવ ઉલટો પડ્યો. રાજ્યમાં લિંગાયતની વસતી 17%થી ઘટીને 9% માનવામાં આવી. માનવામાં આવ્યું કે વસતીને ઓછી આંકવાથી આ જૂત કોંગ્રેસથી નારાજ થઈ ગયું. આ પગલાથી વોક્કાલિંગા સમુદાય અને લિંગાયતોના વીરાશૈવમાં પણ નારાજગી હતી.
પરંતુ કોંગ્રેસનો આ દાવ ફેઈલ રહ્યો. કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ભારતીય જનતા પક્ષની વોટ બેંક માનવામાં આવે છે. કોંગ્રેસ લિંગાયત સમુદાયના વોટ મેળવવા ઈચ્છતી હતી. જો લિંગાયતના વોટ કોંગ્રેસને મળી જતા તો તે ફરીથી સત્તા પર આવી શકતી હતી. પરંતુ આવુ બન્યુ નહિ. જ્યાં લિંગાયતોનો દબદબો છે તેવી જગ્યાઓએ કોંગ્રેસે સારુ પ્રદર્શન કર્યુ નહિ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.