Home દેશ મોદી-શાહને ઝટકો ઃ યેદિયુરપ્પાને 24 કલાકમાં બહુમતી સાબિત કરવા સુપ્રિમનો આદેશ

મોદી-શાહને ઝટકો ઃ યેદિયુરપ્પાને 24 કલાકમાં બહુમતી સાબિત કરવા સુપ્રિમનો આદેશ

1972
0

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી
કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભાજપને આમંત્રણ આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ. કોર્ટે કહ્યું કે શનિવારે સાંજે 4 વાગ્યે કર્ણાટક વિધાનસભામાં ફ્લોટ ટેસ્ટ કરાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ પહેલાં સંભવનાઓ જણાવીને કહ્યું કે- સરકાર બહુમત સાબિત કરે કે પછી શનિવારે ફ્લોર ટેસ્ટ થાય. કોંગ્રેસ તરફથી દલીલ કરી રહેલાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે પણ આવતીકાલે ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છીએ. જો કે ભાજપે દલીલ કરી ફ્લોર ટેસ્ટ માટે સોમવાર સુધીનો સમય માંગ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટમાં 3 જજની બેંચે ભાજપની દલીલને ફગાવી શનિવારે સાંજે જ ફ્લોર ટેસ્ટ થશે તેવા આદેશો આપ્યાં છે.
ભાજપના વકીલ મુકુલ રોહતગીએ તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરાવવાનો વિરોધ કર્યો. ઓછામાં ઓછો એક અઠવાડિયાનો સમય મળવો જોઈએ. આ રાજ્યપાલનો વિશેષાધિકાર છે. એક દિવસમાં ફ્લોર ટેસ્ટનો નિર્દેશ આપીને સંતુલન બનાવી શકાય નહીં.
કપિલ સિબ્બલે કહ્યુ અમારી પાસે તમામ ધારાસભ્યોના હસ્તાક્ષર વાળો પત્ર છે. રોહતગી અને તુષારે કહ્યુ કે ફ્લોક ટેસ્ટથી જ સત્ય સામે આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યુ બંને પક્ષના સામસામે પોતાના દાવા છે. અમે કાયદા અનુસાર નિર્ણય લઈશુ. કાયદાકીય પ્રક્રિયાનું પાલન થવુ જોઈએ.

Previous articleકર્ણાટકમાં ‘કમળ’ની કમાલ છતાં નહિં બને ભાજપની સરકાર…!!?
Next articleમોદી ભક્તિમાં લીન વજુભાઇએ રાજકોટ-ગુજરાતની આબરૂના ધજાગરા ઉડાવ્યાં…?