Home મનોરંજન - Entertainment કન્નડ સુપરસ્ટાર યશના બર્થડે કટ-આઉટ લગાવતી વખતે વીજ કરંટ લાગવાથી ત્રણ યુવકોના...

કન્નડ સુપરસ્ટાર યશના બર્થડે કટ-આઉટ લગાવતી વખતે વીજ કરંટ લાગવાથી ત્રણ યુવકોના મોત

30
0

(જી.એન.એસ),તા.૦૮

કન્નડ સુપરસ્ટાર યશને આજે કોઈ ઓળખની જરૂર નથી. એક્ટર છેલ્લા કેટલાક વર્ષોથી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સૌથી પોપ્યુલર એક્ટર રહ્યો છે. દેશભરમાં યશની ફેન ફોલોઈંગની પણ મોટી સંખ્યા છે. લોકો તેને રોકી ભાઈ તરીકે ઓળખે છે. યશે ફિલ્મ ‘કેજીએફ’થી દેશભરમાં સ્ટારડમ હાંસલ કર્યું હતું. આજે 8 જાન્યુઆરીએ યશ તેનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ફેન્સ પણ તેમના ફેવરિટ સુપરસ્ટાર માટે ખૂબ જ એક્સાઈટેડ છે. આ દરમિયાન એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે યશના બર્થડે સેલિબ્રેશન કરતી વખતે અકસ્માતમાં ત્રણ ફેન્સના મોત થયા છે. આ સમાચારથી યશના ફેન્સમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે..

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ફેન્સ સુપરસ્ટાર યશના બર્થડેનું સેલિબ્રેશન કરી રહ્યા હતા. એક પાર્ટીમાં એક્ટરના કટ આઉટ મૂકતી વખતે વીજ કરંટ લાગવાથી ત્રણ ફેન્સના મોત થયા છે. આ ઘટનાને કારણે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. યશે તેના જન્મદિવસ પહેલા તેના ફેન્સ માટે એક નોટ શેર કરી હતી. X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ તેને તેના સમર્થન માટે ફેન્સનો આભાર માન્યો અને કહ્યું કે તેમનો પ્રેમ તેમને આગળ રાખે છે. એક્ટરે લખ્યું, “અમે ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સની જાહેરાત કર્યાને લગભગ એક મહિનો થઈ ગયો છે, અને તમે મને જે પ્રેમ અને પ્રશંસા મળી રહી છે તે મારા માટે ઘણું બધું છે. તમારો ઉત્સાહ, રિએક્શન, પ્રાર્થના અને પ્રશંસા મને વધુ સારું કરવા પ્રેરણા આપે છે..

સુપરસ્ટાર યશના ફેન્સ તેના જન્મદિવસના સેલિબ્રેશન માટે એક દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દે છે. એક્ટર યશના જન્મદિવસના ખાસ અવસર પર દુખદ ઘટનાના સમાચાર સામે આવ્યા જેમાં કેજીએફ ફેમ યશનું કટ-આઉટ લગાવતી વખતે વીજ કરંટ લાગવાથી ત્રણ યુવકોના મોત થયા હતા. આ ઘટનાને કારણે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, કટ આઉટ ઈલેક્ટ્રિક વાયરને અડી જતાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એક્ટરે લખ્યું કે તે તેના જન્મદિવસ પર તેના ફેન્સને મળી શકશે નહીં અને કહ્યું કે તેના માટે દરેક ફેન્સની શુભેચ્છાઓ મહત્વપૂર્ણ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અને કેન્દ્રીય રસાયણ અને ખાતર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર તરીકે PACS” વિષય પર રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી
Next articleહોરર ફિલ્મ ધ ફર્સ્ટ ઓમેનનું ટ્રેલર થયું રીલીઝ, ટ્રેલરે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ