Home દુનિયા - WORLD કતારમાં સજા પામેલા 8 ભારતીયોના પરિવારને મળ્યા બાદ આશ્વાસન આપીને મોટી વાત...

કતારમાં સજા પામેલા 8 ભારતીયોના પરિવારને મળ્યા બાદ આશ્વાસન આપીને મોટી વાત કરી

54
0

(GNS),30

કતારમાં ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે ત્યારે આજે વિદેશ મંત્રી એસ જયશંકર તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા. વિદેશ મંત્રી જયશંકરે આ અંગે ટ્વિટ કરી માહિતી આપી છે. જયશંકરે તે આઠ ઓફિસરોને મુક્ત કરાવવા અંગે કહ્યું હતુ કે આજે સવારે હું કતારમાં અટકાયત કરાયેલા ઓફિસરોના પરિવારને મળ્યો હતો અને સરકાર તેમની મુક્તિ માટેના તમામ પ્રયાસો કરી રહી છે..

આ સમગ્ર બાબતને લઈને જયશંકરે જણાવ્યું હતું કે, “8 ભારતીયોના પરિવારોને મળીને, મેં ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર આ બાબતને પહેલુ મહત્વ આપી રહી છે અને પીડિતોના પરિવારોની ચિંતાઓ અને દર્દને સંપૂર્ણ રીતે સમજે છે. સરકાર તમામ ભારતીયોની મુક્તિ સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરતી રહેશે. “અમે તે સંબંધમાં પરિવારો સાથે નજીકથી સંકલન કરીશું”…

તમને જણાવી દઈએ કે કતારની કોર્ટે ભારતીયોને ફાંસીની સજા આપવા પર ભારતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે અમે કતારની કોર્ટના આ નિર્ણયનો વિરોધ કરીશું. ગયા વર્ષે ઓગસ્ટમાં કતારી સત્તાવાળાઓએ આ ભારતીયોની ઈઝરાયેલ માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી હતી અને બાદમાં તેમને જેલમાં મોકલી દીધા હતા. ત્યારથી ભારત સરકાર તેમને રાજદ્વારી ઍક્સેસ આપી રહી છે..

આ મામલે નેવી ચીફે કહ્યું.. જે વિષે જણાવીએ, કતારમાં ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા પર, ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે જણાવ્યું હતું કે, “અમે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીએ અને અમારા કામદારોને રાહત મળે તે સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.”…

8 ભારતીય જવાનોએ ફાંસીની સજા મળી ? જે વિષે જણાવીએ, ભૂતપૂર્વ કેપ્ટન નવતેજ સિંહ ગિલ, ભૂતપૂર્વ કેપ્ટન સૌરભ વશિષ્ઠ, પૂર્વ કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, પૂર્વ કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, ભૂતપૂર્વ કમાન્ડર સુગુણાકર પાકલા, ભૂતપૂર્વ કમાન્ડર સંજીવ ગુપ્તા, પૂર્વ કમાન્ડર અમિત નાગપાલ અને પૂર્વ નાવિક રાગેશ. આ તમામ ભારતીયો કતારની ખાનગી કંપનીમાં કામ કરતા હતા..

નોંધનીય છે કે આ 8 ભારતીયોને કયા કેસમાં સજા કરવામાં આવી છે તે સત્તાવાર રીતે કહેવામાં આવ્યું નથી, પરંતુ અહેવાલો અનુસાર, આ તમામ પર ઇઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. કતારમાં આ લોકો દાહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટિંગ સર્વિસમાં કામ કરતા હતા, જે એક ખાનગી કંપની છે. આ કંપની કતારની સંરક્ષણ અને સુરક્ષા એજન્સીઓને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field