Home દેશ - NATIONAL એકનાથ શિંદે જૂથના સાંસદ હેમંત પાટીલે રાજીનામું આપી દીધું

એકનાથ શિંદે જૂથના સાંસદ હેમંત પાટીલે રાજીનામું આપી દીધું

30
0

(GNS),30

મહારાષ્ટ્રમાં ફરી એકવાર મરાઠા આરક્ષણનો મુદ્દો ગરમાયો છે. સ્થિતિ એવી છે કે ગામડાઓમાં પણ આંદોલનની આગ ભભૂકી ઉઠી છે. આવી સ્થિતિમાં રાજકીય નેતાઓ પર સામાજિક દબાણ પણ વધી ગયું છે. મરાઠા સમુદાયના લોકોએ રાજકીય નેતાઓને કડક ચેતવણી આપી છે કે મરાઠા સમુદાય ઘણા વર્ષોથી તમારી પાછળ ઉભો હતો હવે તમે અનામત માટે સમુદાયને સાથ આપો. આ દબાણને કારણે હિંગોલી લોકસભા બેઠક પરથી એકનાથ શિંદે જૂથના સાંસદ હેમંત પાટીલે રાજીનામું આપી દીધું છે. તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને જાણ કરી છે કે તેઓ સાંસદ પદ પરથી રાજીનામું આપી રહ્યા છે..

મરાઠા આરક્ષણને લઈને નેતાઓને ગામડાઓમાં આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. જેના કારણે રાજકીય આગેવાનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજકીય નેતાઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમને મરાઠા વિરોધીઓના ગુસ્સાનો સામનો કરવો પડે છે. જેના કારણે મરાઠા સમાજના નેતાઓ મૂંઝવણમાં છે. મરાઠા સમુદાયની ભાવનાઓ ખૂબ જ પ્રબળ હોવાથી સાંસદ હેમંત પાટીલે દિલ્હીમાં મરાઠા આરક્ષણ માટે સાંસદોની વિશેષ બેઠક બોલાવી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, જ્યારે તેઓ યવતમાલ જિલ્લામાં હતા ત્યારે રાજીનામું આપ્યું હતું..

રાજીનામું આપતી વખતે હેમંત પાટીલે શું કહ્યું જે જણાવીએ, હેમંત પાટીલે કહ્યું કે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે આરક્ષણનો મુદ્દો ઘણા વર્ષોથી પેન્ડિંગ છે. આ મુદ્દે સમુદાયની લાગણી મજબૂત છે અને હું ઘણા વર્ષોથી મરાઠા સમુદાય અને ખેડૂતો માટે લડતો એક કાર્યકર્તા છું. સાંસદ હેમંત પાટીલે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લખેલા રાજીનામાના પત્રમાં કહ્યું છે કે હું અનામત આંદોલનને સમર્થન આપું છું અને અનામત માટે મારા પદ પરથી રાજીનામું આપી રહ્યો છું..

કોણ છે હેમંત પાટીલ જે વિષે જણાવીએ, હેમંત પાટીલ કટ્ટર શિવસૈનિક છે. નાંદેડ તેમની કર્મભૂમિ છે. તેમણે કોર્પોરેટર, સ્થાયી સમિતિના પ્રમુખ, શિવસેના જિલ્લા પ્રમુખ તરીકે કામ કર્યું છે. જ્યારે તેમને તક મળી ત્યારે તેઓ શિવસેનામાંથી હિંગોલીથી સાંસદ બન્યા હતા. શરૂઆતના દિવસોમાં હેમંત પાટીલ રાજ ઠાકરેની નજીક હતા. પરંતુ ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં તેમને તક મળશે તે જોઈને તેમણે શિવસેનામાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રીનગરમાં પોલીસ ઈન્સ્પેક્ટર પર અંધાધૂંધ ફાયરિંગ, ગોળી વાગ્યા બાદ સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા
Next articleકતારમાં સજા પામેલા 8 ભારતીયોના પરિવારને મળ્યા બાદ આશ્વાસન આપીને મોટી વાત કરી