(જી.એન.એસ) તા.૨૭
ગાંધીનગર,
કલેક્ટરશ્રી,ગાંધીનગર મેહુલ કે. દવેના સતત માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની આગેવાનીમાં ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી ની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીયટીમ દ્વારા ગાંધીનગર જિલ્લામાં થતી ખનીજ ચોરી અટકાવવા રાત દિવસ થઈ રહેલ કામગીરીના પરિણામે તા.૨૬/૧૧/૨૦૨૪ ના રોજ સાદીરેતી ખનિજના બિનઅધિકૃત કુલ ૦૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે .જેમાં ગાંધીનગર તાલુકાના મહુન્દ્રા, ખાતેથી ટ્રેક્ટર નં.GJ-18-BZ-3986 માં આશરે 4 MT સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન તથા પિપળજ ચેકપોસ્ટ તા.ગાંધીનગર ખાતેથી ડમ્પર નં.GJ-18-AZ-2463 માં 27.760 MT સાદીરેતી ખનિજના બિનઅધિકૃત વહન કરતા કુલ બે વાહનોના આશરે ૩૫ લાખના મુદ્દામાલ સહિત જપ્ત કરવામાં આવ્યા છે. તથા જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.