Home ગુજરાત ગાંધીનગર કંથારપુર વડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા થઈ રહેલ કામગીરીનું કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ...

કંથારપુર વડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા થઈ રહેલ કામગીરીનું કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ કે.દવેના માર્ગદર્શનમાં સતત કાર્ય મુલ્યાંકન

5
0

(જી.એન.એસ) તા.૪

ગાંધીનગર,

મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પરિકલ્પના ‘વિરાસતભી ઔર વિકાસભી’ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલાં કંથારપુર ગામે આવેલો ૫૦૦ વર્ષ જુના વડને પ્રવાસન સ્થળ  તરીકે વિકસાવવાની કામગીરી કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત કલેકટર શ્રી ગાંધીનગર સહિત જિલ્લાના અધિકારીઓ વારંવાર સ્થળ તપાસ કરી કાર્ય મુલ્યાંકન કરતા રહે છે. કંથારપુર વડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ અર્થે તા.૦૪, ડિસેમ્બરના રોજ ડેવલપમેન્ટ પ્લાન્ટ અંતર્ગત તમામ એજન્સીઓની મુલાકાત કરવામાં આવી હતી. આ નિરીક્ષણ મુલાકાત દરમિયાન સેક્રેટરીશ્રી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી રમેશ મેરજા સહિત ગાંધીનગર પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રુપિયા ૧૫.૭ કરોડના ખર્ચે વિકાસ પામનાર આ પ્રવાસન સ્થળ અંદાજે એપ્રિલ ૨૦૨૫ પૂર્ણ થશે‌. આ વિકાસ કાર્ય પૂર્ણ થવાથી પાટનગર ગાંધીનગરમાં એક વધુ આકર્ષણનું કેન્દ્ર અને પ્રવાસન ક્ષેત્ર ઉભું થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફટી ફ્યુચર ૨૪૨૪૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
Next articleCSKમાં જનારા 3 ખેલાડીઓ હવે T20 માટે બાંગ્લાદેશ જવાનું નક્કી થયું