Home રમત-ગમત Sports ઓસ્ટ્રેલિયા સામે ડી કોકે કરી એક ભૂલ ને.. માર્કરામના આખોમાં આંસુ આવી...

ઓસ્ટ્રેલિયા સામે ડી કોકે કરી એક ભૂલ ને.. માર્કરામના આખોમાં આંસુ આવી ગયા હતા

37
0

(GNS),17

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ વર્લ્ડ કપ 2023ની બીજી સેમી ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ઘણી મહેનત બાદ આ મેચ જીતી હતી. આ મેચમાં એક એવો તબક્કો હતો જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રભુત્વ મેળવી મેચ જીતી શકતું હતું પરંતુ દક્ષિણ આફ્રિકાના વિકેટ કીપર ક્વિન્ટન ડી કોકે આ તક ગુમાવી દીધી, જેને જોઈને એડન માર્કરામની આંખોમાં આંસુ આવી ગયા હતા. ભારતમાં રમાઈ રહેલા વનડે વર્લ્ડ કપ 2023ની બે ફાઈનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે. 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો પાંચ વખતના વિજેતા ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ટાઈટલ મેચમાં જગ્યા બનાવી લીધી છે. ન્યુઝીલેન્ડે ગુરુવારે રમાયેલી બીજી સેમી ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી બીજી સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને ડેવિડ મિલરની શાનદાર સદીના આધારે 213 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પણ આ ટાર્ગેટ હાંસલ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો…

ઓસ્ટ્રેલિયાએ આ ટાર્ગેટ 47.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો અને મેચ ત્રણ વિકેટે જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ એક-એક રન માટે સંઘર્ષ કરી રહી હતી. આ દરમિયાન કેપ્ટન ટેમ્બા બાવુમાએ એડન માર્કરામ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને આ ખેલાડીએ પોતાની ઓફ સ્પિનથી ટીમને લગભગ વિકેટ અપાવી પરંતુ વિકેટકીપર ડી કોકે ભૂલ કરી. 45મી ઓવર ફેંકી રહેલા માર્કરામે ઓવરનો બીજો બોલ રાઉન્ડ ધ વિકેટ અને ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. આ બોલ ટર્ન કરતી વખતે અંદર આવ્યો અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સના બેટની કિનારી લઈને વિકેટકીપર પાસે ગયો પરંતુ ડી કોક તેને પકડી શક્યો નહીં. ડી કોકે આ કેચ છોડતાની સાથે જ માર્કરામે તેનું માથું પકડી રાખ્યું અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેનો આ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર સાત વિકેટે 204 રન હતો. જો કમિન્સ આઉટ થઈ જાત તો મેચનું પરિણામ અલગ હોત. જોકે આ થઈ ન શક્યું અને આફ્રિકાનું વર્લ્ડ કપ ફાઈનલ રમવાનું સપનું અધૂરું રહી ગયું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપીસીબીના અધ્યક્ષ ઝકા અશરફ અમદાવાદમાં વર્લ્ડ કપ 2023 ટાઈટલ મેચ જોશે
Next articleગાંધીનગરના રાંધેજા નજીક મોડી રાત્રે અકસ્માત, પાંચ પિતરાઈ ભાઈઓનાં મોત