Home ગુજરાત ઓસ્ટ્રેલિયામાં ભણતી ભારતીય વિદ્યાર્થિની સાયકલ પર આખી દુનિયાનુ ચક્કર મારશે

ઓસ્ટ્રેલિયામાં ભણતી ભારતીય વિદ્યાર્થિની સાયકલ પર આખી દુનિયાનુ ચક્કર મારશે

593
0

(S.yuLk.yuMk)વડોદરા,íkk.29
ઓસ્ટ્રેલિયા પર્થ ખાતે સ્પોર્ટસ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી ૧૯ વર્ષની મુંબઇની યુવતી વેદાંગી કુલકર્ણી જુન-૨૦૧૮માં પર્થથી સાયકલ લઇને વિશ્વ પ્રવાસે નિકળશે. તેનો ધ્યેય પર્થથી નિકળીને ઓસ્ટ્રેલિયાના મહત્વના સ્થળો પછી ન્યુઝીલેન્ડ, અમેરિકા, કેનેડા, પોર્ટુગલ, સ્પેઇન, ફ્રાંસ, બેલ્જિયમ, જર્મની, ડેનમાર્ક, સ્વીડન, રશિયા, ચીન થઇને પરત ઓસ્ટ્રેલીયા પહોંચવાનો છે. વેદાંગી કુલ ૨૯,૦૦૦ કિ.મી.નો પ્રવાસ ૧૦૦ દિવસમાં પુરો કરીને વર્લ્ડ રેકર્ડ બનાવા માંગે છે. આ માટે તેણે દિવસના ૩૦૦ કિ.મી.નું સાયકલિંગ કરવુ પડશે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા તે મુંબઇથી દિલ્હીની ટેસ્ટ રાઇડ માટે નિકળી છે. ગુરૃવારે તે વડોદરા આવી પહોંચી હતી.
વેદાંગી કહે છે કે આટલી લાંબી મુસાફરી પહેલા તેમાં કયા પ્રકારની તકલીફો પડી શકે છે તેનો ખ્યાલ મેળવવ માટે મેં ભારતમાં પણ એક ટુર કરવાનો નિર્ણય કર્યો છે.કારણકે ભારતમાં દરેક પ્રકારનો અનુભવ મળી શકે છે.હું આ વિક્રમ સર્જનાર ભારતની પહેલી મહિલા બનવા માંગુ છું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદ્વારકામાં વૃદ્ધો તથા દિવ્યાંગો માટે થયો નિઃશુલ્ક ઇ રિક્ષાનો પ્રારંભ
Next articleઆનંદે રિયાદમાં જીતી વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ