Home રમત-ગમત Sports ઓસ્ટ્રેલિયાન ઓલરાઉન્ડર એન્નાબેલ સધરલેન્ડને દિલ્હી ફ્રેન્ચાઈઝીએ સૌથી વધુ બોલી લગાવી

ઓસ્ટ્રેલિયાન ઓલરાઉન્ડર એન્નાબેલ સધરલેન્ડને દિલ્હી ફ્રેન્ચાઈઝીએ સૌથી વધુ બોલી લગાવી

35
0

પ્રથમ રાઉન્ડમાં ૫ વિકેટકીપર અનસોલ્ડ, ૨ ખેલાડી પર કોઈ બોલી ન લાગી

(જી.એન.એસ),તા.૦૯

વેસ્ટ ઈન્ડિઝની ઓલરાઉન્ડર ડિઆન્ડ્રા ડોટિન હરાજીના પ્રથમ રાઉન્ડમાં અનસ્લોડ રહી હતી. તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા છે. ભારતીય ઓલરાઉન્ડર દેવિકા વૈદ્ય અને એસ મેઘના પણ અનસ્લોડ રહ્યા હતા. ઈંગ્લેન્ડની બાસ હીથ, એમી જોન્સ, ટામી બ્યુમોન્ટ અને ભારતની નુજહત પરવીન અને સુષમા વર્મા UNSOLD રહી. એક પણ વિકેટ કીપર પર પહેલા રાઉન્ડમાં બોલી લાગી ન હતી. ત્રીજો સેટ વિકેટકીપર બેટ્સમેનોનો હતો. પ્રથમ ખેલાડી ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન બેસ હીથ છે, જેની મૂળ કિંમત 30 લાખ રૂપિયા છે. તે અનસોલ્ડ રહી હતી.ઇંગ્લિશ વિકેટકીપર એમી જોન્સ, જેની મૂળ કિંમત 40 લાખ રૂપિયા હતી, તે પણ અનસોલ્ડ રહી હતી. ઓસ્ટ્રેલિયાના 22 વર્ષીય ઓલરાઉન્ડર એન્નાબેલ સધરલેન્ડને દિલ્હી ફ્રેન્ચાઈઝીએ સૌથી વધુ બોલી લગાવીને રૂ. 2 કરોડમાં ખરીદી હતી..

સધરલેન્ડે અત્યાર સુધીમાં 22 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં તેણે કુલ 97 રન બનાવ્યા છે અને 10 વિકેટ લીધી છે. દિલ્હીની ટીમે ખરીદેલી એન્નાબેલ મહિલા બિગ બેશ લીગ (WBBL)માં 90 મેચ રમી છે, જેમાં તેણે 1187 રન બનાવ્યા છે. જેમાં 3 અડધી સદી સામેલ છે. સાઉથ આફ્રિકાની ફાસ્ટ બોલર શબનીમ ઈસ્માઈલ, જેની મૂળ કિંમત 40 લાખ રૂપિયા હતી, તેને મુંબઈ ઈન્ડિયન્સે 1.2 કરોડ રૂપિયામાં ખરીદી છે. તે દિવસની સૌથી મોંઘી ખેલાડીઓમાની એક બની ગઈ છે. ઈંગ્લેન્ડની કેટ ક્રોસને RCBએ 30 લાખ રૂપિયામાં ખરીદી છે. એકતા બિષ્ટને RCBએ 60 લાખમાં ખરીદી છે.ભારતની અનકેપ્ડ બેટ્સમેન વૃંદા દિનેશને યુપી વોરિયર્સે 1.3 કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદી છે. જોકે, શ્રીલંકાના સ્પિનર ​​ઈનોકા રણવીરા અને ભારતની ગૌહર સુલતાન અનસોલ્ડ રહ્યો છે.

વિકેટકીપર રહ્યા અનસોલ્ડ

ઈંગ્લેન્ડ – હીથ

ભારત – સુષ્મા વર્મા

ઈંગ્લેન્ડ – એમી જોન્સ

ઈંગ્લેન્ડ – ટેમી બ્યુમોન્ટ

ભારત – નુઝહત પરવીન

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘તારક મહેતા..’ શોમાં નવી અભિનેત્રીની એન્ટ્રી
Next articleઅન્ડર 19 એશિયા કપ ટુર્નામેન્ટમાં સૌથી વધુ આઠ વાર ભારત ચેમ્પિયન બન્યું