Home Uncategorized ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી શ્રી જેસર ક્લેર તા.૦૬ નવેમ્બરે ગાંધીનગર સ્થિત “વિદ્યાસમીક્ષા કેન્દ્ર”ની...

ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી શ્રી જેસર ક્લેર તા.૦૬ નવેમ્બરે ગાંધીનગર સ્થિત “વિદ્યાસમીક્ષા કેન્દ્ર”ની મુલાકાત લેશે

13
0

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેશે

(GNS),04

ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી શ્રી જેસર ક્લેર બે દિવસની શિક્ષણ વિષયક બેઠક સંદર્ભે તા.૦૬ નવેમ્બર-૨૦૨૩ના રોજ બપોરે ૦૪-૧૫ કલાકે ગાંધીનગર સ્થિત “વિદ્યાસમીક્ષા કેન્દ્ર”ની મુલાકાત લેશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ આ વેળાએ ઉપસ્થિત રહેશે.
આ મુલાકાત દરમિયાન શ્રી ક્લેર રાજ્યમાં શિક્ષણ અંગે ચાલતી નવીન પ્રક્રિયા, પ્રક્લ્પો અને પ્રવૃત્તિઓનું નિદર્શન કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળના “વિદ્યાસમીક્ષા કેન્દ્ર”ની વિશિષ્ટ કામગીરીને જાણી પોતાના વિસ્તારમાં અમલી બનાવવા વિવિધ દેશોના/ રાજ્યોના શિક્ષણ મંત્રીશ્રીઓએ મુલાકાત લીધી છે. વધુમાં વિશ્વબેંકના પ્રમુખ શ્રી અજય બાંગા, અમેરીકાના ફાઇનાન્સ મિનીસ્ટરશ્રીએ પણ મુલાકાત લીધી છે જે ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રના વિકાસની ગૌરવપૂર્ણ બાબત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવર્લ્ડકપ ટીમમાં હાર્દિક પંડયાની જગ્યાએ સ્થાન મેળવનારનો આવો રહ્યો અત્યાર સુધીનો રેકોર્ડ
Next articleરાધિકા મદાન: ટાલિન ફિલ્મ ફેસ્ટિવલ જ્યુરીમાં પ્રથમ ભારતીય અભિનેત્રી