(GNS),28
એશિયા કપ 2023 માટે અફઘાનિસ્તાન ક્રિકેટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. અફઘાનની ટીમમાં ઓલરાઉન્ડર કરીમ જનતનું છ વર્ષ બાદ પુનરાગમન થયું છે. આ ઉપરાંત ડાબોડી બેટ્સમેન નજીબુલ્લાહ ઝાદરાનનો પણ એશિયા કપ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી પાકિસ્તાન અને શ્રીલંકામાં એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું છે. અફઘાનિસ્તાન ટીમના સુકાનીનો ભાર હશમતુલ્લાહ શાહિદીને સોંપવામાં આવ્યો છે. પાકિસ્તાન સામે તાજેતરમાં જ સમાપ્ત થયેલી વન-ડે સિરીઝમાં અફઘાનિસ્તાનનો 3-0થી વ્હાઈટવોશ થયો હતો. પાક. સામેની વન-ડે ટીમમાં રહેલા મોહમ્મદ સલીમ સફી અને અબ્દુલ રહેમાનને એશિયા કપમાં ટીમમાં જાળવી રખાયા છે. જ્યારે ફરીદ અહેમદ અને વફાદાર મોમાંદને ટીમમાં સ્થાન અપાયું નથી.
ઓલરાઉન્ડર અજમતુલ્લાહ ઉમરઝઈ ઈજાગ્રસ્ત હોવાથી તેને ટીમમાં લેવાયો નથી. 25 વર્ષીય જનતે 2017માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ હરારેમાં વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ ત્યારબાદ તેને એકપણ વન-ડે મેચ રમી નથી. જો કે તે અફઘાનિસ્તાન તરફથી એક ટેસ્ટ અને 49 ટી20 મેચ રમ્યો છે. ગુલબદિન નઈબ અને જનતને ઓલરાઉન્ડત તરીકે ટીમમાં લેવાયા છે જ્યારે શરાફુદ્દીન અશરફને રિઝર્વ ડાબોડી સ્પિનર તરીકે ટીમમાં તક આપવામાં આવી છે. ઝાદરાનના સ્થાને પાક. સામેની વન-ડે શ્રેણીમાં ટીમનો હિસ્સો રહેલા શાહિદુલ્લાહ કમાલને એશિયા કપની ટીમમાં સ્થાન મળ્યું નથી. એશિયા કપ માટે અફઘાનિસ્તાનની ટીમ આ પ્રકારે છે જેમાં શાહિદી (કેપ્ટન), ગુરબાઝ (વિકી), અલિખિલ, ઈબ્રાહિમ, હસન, રહેમત, નજીબુલ્લાહ, નબી, કરિમ, ગુલબદિન, રાશિદ, અબ્દુલ, શરાફુદ્દીન, મુજીબ, નૂર, સફી, ફઝલ. જેવા ખેલાડીઓનો સમાવેશ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.