Home મનોરંજન - Entertainment ઓનલાઈન OTT પ્લેટફોર્મ પર OMG 2નું અનકટ વર્ઝન આવશે

ઓનલાઈન OTT પ્લેટફોર્મ પર OMG 2નું અનકટ વર્ઝન આવશે

13
0

(GNS),27

અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ ઓહ માય ગોડને વિવાદો વચ્ચે પણ બોક્સઓફિસ પર ઠીકઠાક સફળતા મળી છે. સેન્સર બોર્ડે 27 કટ્સ અને ડાયલોગ્સમાં ફેરફાર કરાવ્યા બાદ રિલીઝ થયેલી આ ફિલ્મ એડલ્ટ સર્ટિફિકેટ સાથે રજૂ થઈ હતી. થીયેટરમાંથી આ ફિલ્મની વિદાય થવાની તૈયારી છે ત્યારે મેકર્સે ઓટીટી પર આગમનની તૈયારી શરૂ કરી છે. ફિલ્મના ડાયરેક્ટર અમિત રાયે જણાવ્યું હતું કે, દેશમાં સેક્સ એજ્યુકેશનનું મહત્ત્વ દર્શાવતી આ ફિલ્મ દરેક વ્યક્તિએ જોવા જેવી હતી. ફિલ્મને 12 વર્ષથી ઉપરના બાળકો જોઈ શકે તે માટે U/A સર્ટિફિકેટની માગણી થઈ હતી. જો કે સેન્સર બોર્ડે એડલ્ટ સર્ટિફિકેટ આપ્યું હતું. ફિલ્મને ટૂંક સમયમાં ઓટીટી પર સ્ટ્રીમ કરવામાં આવશે. જેમાં અનકટ વર્ઝન બતાવવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવોલીબોલની સુર્વણ ચંદ્રક વિજેતા મહિલા ટીમને શ્રી હર્ષ સંઘવી દ્વારા સન્માનિત કરવામાં આવી
Next articleમલાઈકા સાથે બ્રેક અપ.. કુશા છે અર્જુન કપુરની નવી ગર્લફ્રેન્ડ?