Home દેશ - NATIONAL ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો રદ કરવામાં આવી, ઘણા રૂટ તો...

ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો રદ કરવામાં આવી, ઘણા રૂટ તો ડાયવર્ટ કરાયા

48
0

(GNS),03

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. હાવડાથી ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માત ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિમી દૂર થયો હતો. આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્રણ ટ્રેનની ટક્કરના કારણે બની હતી.

NDRFની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ-વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ આ ભયાનક ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રેલવે મંત્રાલયે મૃતકો અને ઘાયલોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે.

મૃતકોના પરિજનોને 10-10 લાખ જ્યારે ગંભીર રીતે ઘાયલોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટના પછી જે ટ્રેનો રદ કરવામાં આવી હતી અને ડાયવર્ટ કરવામાં આવી હતી તેની યાદી નીચે આપેલ છે.

આ ટ્રેનો રદ કરવામાં આવી

0૧. 12509(SMVB-GHY) J.C.O 02.06.23 રદ કરવામાં આવી છે. 03/06/23
૦૨. 12842(MAS-SHM) J.C.O 03.06.23 રદ કરવામાં આવી છે.
૦૩. 12838(PURI-HWH) J.C.O 02.06.23 રદ કરવામાં આવી છે.
૦૪. 18410(પુરી-SHM) J.C.O 02.06.23 રદ કરવામાં આવી છે.
૦૫. 08012(PURI-VZR) J.C.O 02.06.23 રદ થયેલ છે.
૦૬. 12892(PURI-BGY) J.C.O 03.06.23 રદ કરવામાં આવી છે.
૦૭. 02838(PURI-SRC) J.C.O 03.06.23 રદ થયેલ છે.
૦૮. 12666(CAPE-HWH) J.C.O 03.06.23 રદ કરવામાં આવી છે.
૦૯. 20890 (TPTY-HWH) J.C.O 04.06.23 રદ કરવામાં આવી છે.
૧૦. 22890 (પુરી-DGHA) J.C.O 03.06.23 રદ કરવામાં આવી છે.
૧૧. 22889 (DGHA-પુરી) J.C.O 04.06.23 રદ થયેલ છે.
૧૨. 12551 (SMVB-KYQ) J.C.O 03.06.23 રદ કરવામાં આવી છે.
૧૩. 12864 (SMVB-HWH) J.C.O 03.06.23 રદ કરવામાં આવી છે.
૧૪. 12253 (SMVB-BGP) J.C.O 03.06.23 રદ કરવામાં આવી છે.

આ 9 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી

03229 પુરી-પટના સ્પેશિયલ જાખપુરા-જરોલી રૂટ થઈને દોડશે.
12840 ચેન્નાઈ-હાવડા મેલ જાખપુરા-જરોલી રૂટ થઈને દોડશે.
18048 વાસ્કો દ ગામા-હાવડા અમરાવતી એક્સપ્રેસ જાખપુરા-જરોલી રૂટ થઈને દોડશે.
22850 સિકંદરાબાદ-શાલીમાર એક્સપ્રેસ જાખપુરા-જરોલી રૂટ પર દોડશે.
12801 પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ જાખપુરા-જરોલી રૂટ પર દોડશે.
18477 પુરી-ઋષિકેશ કલિંગ ઉત્કલ એક્સપ્રેસ અંગુલ-સંબલપુર સિટી-ઝારસુગુડા રોડ-આઈબી રૂટ થઈને દોડશે.
22804 સંબલપુર-શાલીમાર એક્સપ્રેસ સંબલપુર સિટી-ઝારસુગુડા રૂટ પર દોડશે.
12509 બેંગલુરુ-ગુવાહાટી એક્સપ્રેસ વિઝિયાનગરમ-તિતિલાગઢ-ઝારસુગુડા-ટાટા રૂટ થઈને દોડશે.
15929 તાંબરમ-ન્યુ તિનસુકિયા એક્સપ્રેસ રાનીતાલ-જરોલી રૂટ પર દોડશે.

આ 6 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે

0૧. 18022 ખુર્દા રોડ – 02.06.2023 ના રોજ શરૂ થતી ખડગપુર એક્સપ્રેસ ખુર્દા રોડથી બૈતરની રોડ સુધી ચાલશે, બૈતરની રોડથી ખડગપુર સુધી રદ રહેશે.
૦૨. 18021 ખડગપુર – ખુર્દા રોડ એક્સપ્રેસ 03.06.2023 ના રોજ શરૂ થનારી ખડગપુરથી બૈતરની રોડ થઈને ખુર્દા રોડ સુધી ચાલશે અને ખડગપુરથી બૈતરની રોડ સુધી રદ રહેશે.
૦૩. 12892 ભુવનેશ્વર – બંગીરીપોસી એક્સપ્રેસ 02.06.2023 ના રોજ શરૂ થનારી ભુવનેશ્વરથી જાજપુર કેઓંઝર રોડ સુધી ચાલશે અને જાજપુર કેઓંઝર રોડથી બંગીરીપોસી સુધી રદ રહેશે.
૦૪. 12891 બંગીરીપોસી – ભુવનેશ્વર એક્સપ્રેસ 03.06.2023 ના રોજ બંગીરીપોસીથી જાજપુર કેઓંઝર રોડ થઈને ભુવનેશ્વર સુધીની મુસાફરી બંગીરીપોસીથી જાજપુર કેઓંઝર રોડ સુધી રદ રહેશે.
૦૫. 08412 ભુવનેશ્વર – બાલાસોર MEMU 02.06.2023 ના રોજ ભુવનેશ્વરથી જેનાપુર સુધી ચાલશે અને જેનાપુરથી બાલાસોર સુધી રદ રહેશે.
૦૬. 18411 બાલાસોર – ભુવનેશ્વર મેમુ 03.06.2023 ના રોજ શરૂ થનારી બાલાસોર ભુવનેશ્વરને બદલે જેનાપુરથી ભુવનેશ્વર તરફ વાળવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓડીશામાં ટ્રેન અકસ્માત, મૃત્યુઆંક 280 પર પહોંચ્યો
Next articleઓડીશા ટ્રેન અકસ્માત પર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત અન્ય નેતાઓએ શોક વ્યક્ત કર્યો