ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવી સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રત્યત્ન કરતા એક ઈસમને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસથી બચવા આ ઇસમે નવી ટ્રાવેલિંગ બેગ ખરીદી તેમાં ગાંજાનો જથ્થો સુરતમાં લાવી રહ્યો હતો. જોકે સુરતમાં આવતાની સાથે જ પોલીસે તેની પાસે રહેલી ટ્રાવેલિંગ બેગમાં તપાસ કરતા તેમાંથી 4 કિલો 781 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા સાથે ગાંજો લાવનારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડ્રગ્સ તેમજ ગાંજાનો વેપલો કરતા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ દરમિયાન સુરત એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, એક ઇસમ ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવી સુરત શહેરમાં ઘુસાડી રહ્યો છે. બાતમીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી રેલ્વે સ્ટેશન ટેક્સી સ્ટેન્ડ પાસેથી 57 વર્ષીય બિંદુ પરશુરામ પહાનને ઝડપી પાડ્યો હતો. ગાંજાના જથ્થા સાથે પકડાયેલો આરોપી પોલીસને ચકમો આપવા ખાસ તૈયારી કરી હતી. સામાન્ય સંજોગોમાં પોલીસ વ્યવસ્થિત અને નવી ટ્રાવેલિંગ બેગ સાથે મુસાફરી કરતા મુસાફરોની બહુ તપાસ કરતા નથી. આવા મુસાફરોની બોડી લેંગ્વેજ પણ પોલીસ માપી લેતી હોય છે.
જેને લઈને પોલીસ દરેકને બેગ સાથે ચેક કરતી નથી. જેથી આ આરોપીએ પણ પોતાની બોડી લેંગ્વેજ બદલવાની સાથે નવું ટ્રાવેલિંગ બેગ વસાવી તેમાં ગાંજાનો જથ્થો લાવી રહ્યો હતો. જેથી આરોપી રેલ્વે પોલીસને ચકમો આપવામાં તો સફળ રહ્યો હતો. પરંતુ, સુરત એસઓજી પોલીસે હાથે ઝડપાઇ ગયો હતો. ગાંજાનો જથ્થો લાવનાર બિંદુ પહાન રેલવે સ્ટેશનની બહાર નીકળતા જ એસઓજી પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યાર બાદ પોલીસે તેની પાસે રહેલી ટ્રાવેલિંગ બેગમાં તપાસ કરતા તેમાંથી 47,810 રૂપિયાની કિંમતનો 4 કિલો 781 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
જેથી પોલીસે તેની ધરપકડ કરી ગાંજો, 1 મોબાઈલ, રેલવે ટિકિટ, આધાર કાર્ડ વગેરે તમામ મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સુરત શહેરમાં આસાનીથી ગાંજાનો મોટો જથ્થો ઘુસાડી શકાય તેમ ન હોય તે ઓડિશા ખાતેથી ગાંજાનો જથ્થો ખરીદી કરી કોઈ ને શક ન જાય તે માટે ટ્રાવેલિંગ બેગમાં સંતાડી સુરત ખાતે ડિલિવરી કરવા જતા પકડાઈ ગયો હતો.
આરોપી સામે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ તે સુરતમાં કોને ડિલિવરી કરવાનો હતો તેમજ અગાઉ પણ તેણે ગાંજાની ડિલિવરી કરી છે કે કેમ તે સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.