Home દુનિયા - WORLD ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલતા અને અપશબ્દો બંધ થશે, કેન્દ્ર સરકારે મોટો નિર્ણય...

ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલતા અને અપશબ્દો બંધ થશે, કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો

27
0

એમાં કોઈ શંકા નથી કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઓટીટી પ્લેટફોર્મ ખૂબ જ પોપ્યુલર બની ગયા છે, જ્યાં મનોરંજન માટે કન્ટેન્ટની કોઈ કમી નથી. દરરોજ નવી વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થતી રહે છે. પરંતુ ડિજિટલ પ્લેટફોર્મના કન્ટેન્ટ સેન્સર બોર્ડના કાર્યક્ષેત્રમાં આવતું નથી, જેના કારણે ઘણી સિરીઝ-ફિલ્મોમાં અશ્લીલતા અને અપશબ્દો જોવા મળે છે. સમય-સમય પર એવી માંગણી કરવામાં આવી છે કે ઓટીટી પ્લેટફોર્મ પર પણ રોક લગાવવામાં આવે.

આને લઈને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તમામ મોટા ઓટીટી પ્લેટફોર્મના રિપ્રેઝેન્ટેટિવ સાથે બેઠક યોજી હતી અને આ વાત પર જોર મૂક્યું કે અશ્લીલતા પર અંકુશ રોક મૂકવામાં આવે. આ બેઠકમાં કન્ટેન્ટ રેગ્યુલેશન, યુઝર એક્સપિરિયન્સ અને આ સેક્ટરના ગ્રોથ અને ઈનોવેશન વિશે વાત થઈ હતી.

અનુરાગ ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્રિએટિવ એક્સપ્રેશનના નામ પર અશ્લીલતા અને અપશબ્દોને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં અને ઓટીટી પ્લેટફોર્મ્સે આને લઈને તેમની જવાબદારી સમજવી જોઈએ. આ સિવાય પ્લેટફોર્મ આપણી સાંસ્કૃતિક વિવિધતાને લઈને પણ સંવેદનશીલ હોવી જોઈએ. આ બેઠક વિશે અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને જાણકારી આપી છે. આ સાથે બેઠકની તસવીરો પણ શેર કરવામાં આવી છે.

બેઠકમાં એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે ઓટીટી પ્લેટફોર્મ્સ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે દરેક વય જૂથના લોકોને વધુ સારો યુઝર્સ એક્સપીરિયન્સ મળે. લોકડાઉનના સમયથી ઓટીટી પ્લેટફોર્મ મનોરંજન માટે લોકોની પહેલી પસંદગી તરીકે ઉભરીને સામે આવ્યું છે. હાલમાં એવું જોવા મળે છે કે મોટી સંખ્યામાં લોકો કન્ટેન્ટને ડિજિટલી જોવાનું પસંદ કરે છે. તેને ધ્યાનમાં રાખીને, ફિલ્મમેકર્સ પણ ઘણીવાર કંઈક નવું લઈને આવે છે. થિયેટરો કરતાં આજકાલ ઓટીટી પર વધુ કન્ટેન્ટ રિલીઝ થાય છે, જેમાં મોટા સ્ટાર્સની ફિલ્મો અને સિરીઝનો પણ સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field