રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૩.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૩૬૨.૨૦ સામે ૫૭૪૭૨.૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૮૨૫.૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૧૩.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૧.૨૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૫૯૩.૪૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૯૪.૦૫ સામે ૧૭૨૨૦.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૦૨૫.૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૭.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૨.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૨૭૬.૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. યુક્રેન – રશિયા વચ્ચે યુદ્વના ચાલતાં વાટાઘાટ થકી યુદ્વનો અંત લાવવાના પ્રયાસ છતાં આ દિશામાં પ્રગતિ ધીમી રહેતાં અને રશિયા પર પ્રતિબંધો વધુ કડક કરવાના સંકેત વચ્ચે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરવાના મામલે યુરોપના દેશો વચ્ચે તડાં પડતાં ઓઈલના ભાવ ઘટયા સાથે વૈશ્વિક બોન્ડસ માર્કેટમાં સેલીંગ સાથે વૈશ્વિક શેરબજારોમાં તેજીના પગલે ભારતીય શેરબજારમાં પણ આજે બે તરફી અફડાતફડીના અંતે તેજી જોવાઈ હતી. યુરોપિયન શેરબજાર તેજી સાથે ઓઇલ એન્ડ ગેસ અને બેંકિંગ ફાઈનાન્સ શેરોમાં ફંડોની તેજીની આગેવાની અને પેટ્રોલ – ડીઝલ તેમજ ઓઈલના ભાવ વધતાં ઓઈલ – ગેસ શેરોમાં તેજી પાછળ ઈન્ડેક્સ બેઝડ આરંભિક ઘટાડાને નીચા મથાળે નવી લેવાલી દ્વારા બજાર યુ-ટર્નમાં ઉછાળો આવ્યો હતો. અલબત સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ વધતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.
રશિયા-યુક્રેન યુદ્વ બાદ ફરી કોરોનાનો ઉપદ્વવ વિશ્વભરમાં ફેલાવાના અને નવી લહેરની ચિંતા સાથે ચાઈના, હોંગકોંગ સહિતમાં ચિંતાજનક સ્થિતિ થવા લાગતાં એશીયાના દેશોના બજારોમાં હોંગકોંગ, ચાઈના સહિતમાં ગાબડાં સામે યુક્રેન યુદ્વ મામલે બન્ને દેશો વચ્ચે વાટાઘાટનો દોર ચાલુ રહેતાં યુરોપના બજારોમાં રિકવરી સાથે અત્યારે વિશ્વમાં સુરક્ષિત રોકાણ અને સારા વળતર માટે ભારત આકર્ષણનું કેન્દ્ર બનવાના સંકેતોએ એડવાન્ટેજ ભારત બન્યું હોઈ ભારતીય શેરબજારમાં ફંડોએ આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરોમાં તેજી કરતાં ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે અંદાજીત રૂ.૦.૩૮ લાખ કરોડ વધીને રૂ.૨૬૦.૨૪ લાખ કરોડ નોંધાયું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, કેપિટલ ગુડ્સ, આઇટી અને સીડીજીએસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૩૪ અને વધનારની સંખ્યા ૧૧૭૩ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વિશ્વભરમાં ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ મારફત નાણાં ઊભા કરવાની માત્રામાં વર્તમાન વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે ૭૦% ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિકમાં ૨૧૯ અબજ ડોલરની સરખામણીએ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકમાં વિશ્વભરમાં આઈપીઓ મારફત કંપનીઓએ ૬૫ અબજ ડોલર ઊભા કર્યા હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. રશિયા – યુક્રેન યુદ્ધ તથા ફુગાવાના ઊંચા દરથી રોકાણકારોનું માનસ ખરડાયું છે, અને રોકાણ કરવામાં હાલમાં તેઓ ખાસ રુચી ધરાવતા નથી. વર્ષ ૨૦૨૦માં કોરોનાની મહામારી બાદ વર્તમાન વર્ષનો માર્ચ ત્રિમાસિક ગાળો આઈપીઓની દ્રષ્ટિએ સૌથી નબળો રહ્યો હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વિશ્વભરની સરકારો દ્વારા વ્યાપક રાહતો અને પ્રોત્સાહનોને કારણે ૨૦૨૧માં વિક્રમી લિસ્ટિગ જોવા મળ્યા હતા. જ્યારે હવે ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી વિશ્વની કેન્દ્રીય બેન્કો વ્યાજ દરમાં વધારો કરી રહી છે અને રશિયા – યુક્રેન કટોકટીને કારણે સ્થિતિ વણસી ગઈ છે. બજારના માનસની દ્રષ્ટિએ છેલ્લા પાંચ વર્ષમાં હાલનો સમય કદાચ સૌથી ખરાબ હશે. બજારમાં ભારે ચડાવઊતારને કારણે ભારતથી લઈને અમેરિકાની પ્રાયમરી માર્કેટસ મંદ પડી ગઈ છે. ભારતની વાત કરીએ તો એલઆઈસીનું લિસ્ટિંગ ૨૦૨૨માં વિશ્વના મોટા લિસ્ટિંગમાંનું એક હશે. એલઆઈસીનું જાહેર ભરણું જેની વર્તમાન મહિનામાં અપેક્ષા રખાતી હતી તેને હવે આગામી નાણાં વર્ષમાં લઈ જવાની ફરજ પડી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.