Home દેશ - NATIONAL એશિયાનું પ્રથમ એવું કાફે છે કે, જેમાં HIV પોઝિટિવ કર્મચારીઓ કામ કરે...

એશિયાનું પ્રથમ એવું કાફે છે કે, જેમાં HIV પોઝિટિવ કર્મચારીઓ કામ કરે છે

61
0

(જી.એન.એસ),તા.૦૭
કોલકત્તા
કોવિડ-19 રોગચાળા ફેલાવાથી લોકોને ધંધો કે નોકરીના કોઈ ઠેકાણા નથી હોતા અને આવામાં એક નવી કોઈ પહેલ કરે છે પોતાનો ધંધો સારો અને લોકોમાં ફેમસ કરવા અને અમુક લોકો તમના ધંધાનો કોઈ મોટા ઉદ્દેશથી પણ શરુ કરતા હોય છે તેવામાં એક કાફેનો ઉદ્દેશ એવો છે જે હાલમાં બહુ પોપ્યુલર છે કે જેમાં કાફેનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે જેમાં કામ કરતા માણસો અને કાફેના સમાચાર સંભાળતા જ પહેલા તો આપણને એવું જ લાગે કે આપણે આ કાફેમાં જવું જ નથી પણ તેમનો મુખ્ય ઉદ્દેશ સાંભળીને તો કઈક સારો વિચાર છે એવું લાગશે. આ કાફે આખા એશિયામાં બીજે ક્યાય નથી પણ આ શેહેર ભારત દેશના પશ્ચિમબંગાળ રાજ્યનું કોલકાતા શહેરનું છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં HIV પોઝિટિવ કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવતી એશિયાની પ્રથમ કાફે ખૂલ્યુ છે. આ પોઝિટિવ વ કાફેનો ઉદ્દેશ એચઆઈવી પોઝિટિવ લોકો માટે જાગૃતિ ફેલાવવાનો અને રોજગાર પેદા કરવાનો છે. સ્ટાફમાં 7 કિશોરોનો સમાવેશ થાય છે, જે તમામ એચઆઈવી પોઝિટિવ છે. કાફેના માલિક, કલ્લોલ ઘોષે, આનંદઘરમાં એક NGOની સ્થાપના કરી જે માનસિક સ્વાસ્થ્યથી પ્રભાવિત બાળકો અને HIV પોઝીટીવ લોકો સાથે કામ કરે છે. મળતી માહિતી અનુસાર સ્થાપક ફ્રેન્કફર્ટના એક કાફેથી પ્રેરિત છે જે સંપૂર્ણપણે HIV પોઝિટિવ લોકો દ્વારા ચલાવવામાં આવતુ હતુ. કલ્લોલ ઘોષે કહ્યું આ બાળકો ક્યાં જશે ? તેમને રોજગારની જરૂર છે. ઘોષના કહેવા પ્રમાણે, તેણે સૌપ્રથમ 2018માં કાફે ખોલ્યુ હતુ અને હવે તે બિઝનેસનો વિસ્તાર કરી રહ્યા છે. વધુમાં ઘોષે કહ્યું કે તેઓ પૂર્વ ભારતમાં આવા 30 વધુ કાફે ખોલવાનો પ્લાન છે અને આ માટે 800 લોકોને તેણે શોર્ટલિસ્ટ કર્યા છે. જો કે, ઘોષે કહ્યું કે કાફેનો પ્રતિસાદ હંમેશા હકારાત્મક રહ્યો નથી. કેટલાક લોકો અસ્વસ્થતા અનુભવે છે. જો તેઓ આવીને જાણ કરે કે સ્ટાફ HIV પોઝીટીવ છે, તો અમે તેમને બધું સમજાવીએ છીએ અને મોટાભાગના લોકો સમજે છે. જોકે કેટલાક લોકો કાફે છોડીને જતા રહે છે. ઘોષે કહ્યું કે શરૂઆતમાં કાફેની આસપાસના લોકો શંકાશીલ હતા પરંતુ ટૂંક સમયમાં તેમને સમજાયું કે એચઆઈવી પોઝિટિવ લોકો અન્ય લોકો જેવા જ છે. ઘોષે કહ્યું કે, હું આવા વધુ કાફે ખોલી રહ્યો છું. મને આ બાળકોને મદદ કરવા માટે એક વ્યાવસાયિક રસોઇયાની જરૂર છે. એક રસોઇયાએ મને કહ્યું કે તેના પરિવારને અહીં આવવા સામે વાંધો છે, તેથી તે જોડાઈ શકશે નહીં. કાફેનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર એચઆઈવી અને એચઆઈવી પોઝિટિવ છે તેવા લોકો વિશે જાગૃતિ ફેલાવવાનો નથી. પરંતુ લોકોને રોજગારી આપવાનું પણ છે. આ સ્થળ તેની કોફી અને સેન્ડવીચ માટે જાણીતું છે અને સામાન્ય રીતે વ્યાવસાયિકો, કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા વયસ્કો દ્વારા તેની મુલાકાત લેવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરકારની સસ્તી સ્વાસ્થ્ય સેવાઓએ ગરીબો અને મધ્યમ વર્ગોની વધારી છે બચત : વડાપ્રધાન મોદી
Next articleજો ભારત રશિયા સાથે ‘ગઠબંધન’ કરશે તો ચૂકવવી પડશે મોટી કિંમત : અમેરિકા