Home રમત-ગમત Sports એશિયન ગેમ્સ બેડમિન્ડમાં ચિરાગ-સાત્વિક ફાઈનલમાં, પ્રણોયને બ્રોન્ઝ મળ્યું

એશિયન ગેમ્સ બેડમિન્ડમાં ચિરાગ-સાત્વિક ફાઈનલમાં, પ્રણોયને બ્રોન્ઝ મળ્યું

47
0

(GNS),07

એશિયન ગેમ્સમાં ભારતીય શટલર્સે એકલ અને ડબલ્સ સ્પર્ધામાં મક્કમ દેખાવ કરીને મેડલ પાક્કો કર્યો છે. ભારતના એચ એસ પ્રણોય સેમિફાઈનલમાં ચીનના લી શી ફેંગ સામે 16-21, 9-21થી હારતા બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. આ સાથે જ પ્રણોયે એશિયાડમાં 41 વર્ષે પુરૂષ એકલમાં દેશ માટે પ્રથમ મેડલ જીત્યો હતો. 1982માં સૈયદ મોદીએ નવી દિલ્હીમાં મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો. પ્રણોય પીઠની ઈજા છતાં ટુર્નામેન્ટમાં રમવા ઉતર્યો હતો અને તેણે કેટલીક અનફોર્સ એરર કરતા તેનો સ્થાનિક ખેલાડી સામે પરાજય થયો હતો. અગાઉ ભારતની પી વી સિંધૂ ક્વાર્ટરમાં બહાર થતાં તે મેડલથી વંચિત રહી હતી..

બીજીતરફ પુરૂષ ડબલ્સ બેડમિન્ટન ઈવેન્ટમાં ભારતની સ્ટાર જોડી અને વિશ્વમાં ત્રીજો ક્રમ ધરાવતા સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ફાઈનલમાં પ્રવેશ મેળવતા બેડમિન્ટનમાં વધુ એક મેડલ પાક્કો કર્યો હતો. ભારતની પુરૂષ ટીમે આ વર્ષ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રણોયના બ્રોન્ઝ સાથે ભારતે બેડમિન્ટનમાં બીજો મેડલ મેળવ્યો હતો. હવે સાત્વિક-ચિરાગના મેડલ સાથે બેડમિન્ટમાં ભારતના કુલ ત્રણ મેડલ થશે. સાત્વિક-ચિરાગ પાસે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચવાની તક છે. શુક્રવારે સેમિફાઈનલમાં સાત્વિક-ચિરાગે મલેશિયાના એરોન ચિયા અને સોહ વૂઈ યિક સામે 21-17, 21-12થી જીત મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. શનિવારે ફાઈનલમાં તેમનો મુકાબલો કોરિયાની ચોઈ સોલ ગ્યુ અને કિમ વોન હૂ સામે થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમિશન રાનીગંજની ટેગલાઈનામાં ઈન્ડિયાના બદલે ભારત કરવા સંદર્ભે અક્ષયનો ખુલાસો
Next articleપાકિસ્તાને નેધરલેન્ડ સામે 81 રને આસાન વિજય મેળવ્યો