Home દુનિયા - WORLD એવું તો શું થયું કે જ્યારે બ્રિટનના ટીવી શોમાં બાખડી પડી ભારતીય...

એવું તો શું થયું કે જ્યારે બ્રિટનના ટીવી શોમાં બાખડી પડી ભારતીય મૂળની પત્રકાર

29
0

ભારતીય મૂળના પત્રકાર નરિંદર કૌરે એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં કોહિનૂર હીરાને લઈને એક ટીવી શોમાં થઈ રહેલી મહિલાની ચર્ચાને બતાવવામાં આવી છે. આ ટીવી શોમાં નરિંદર કૌર પોતે હાજર હતી અને કોહિનૂર હીરાને ભારત પાછો લાવવાની માગણી પર ચર્ચા કરવામાં આવી રહી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કૌ અને લેખિકા કમ એન્કર એમ્મા વેબ વચ્ચે આ મુદ્દાને લઈને ઘણા તર્ક થઈ રહ્યા છે. બંને મહિલા પોતાનો પક્ષ રાખવા માગે છે. તેની વચ્ચે વેબ કૌરને કહે છેકે તમે મારી વાત પહેલાં પૂરી થઈ જવા દો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કોહિનૂર હીરાને ભારત પાછો લાવવા અંગે બ્રિટનના એક જાણીતા શોમાં નરિંદર કૌર અને એમ્મા વેબ વિશે તીખી ચર્ચા થઈ રહી છે. એવામાં વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે બંને મહિલાઓએ આ મુદ્દાને લઈને પોતાનો મત રાખવાનો પ્રયાસ કર્યો છે. એવામાં કોહિનૂર હીરા પર બોલતાં એમ્માએ તર્ક આપ્યો કે હીરાના માલિકી હક અંગે વિવાદ ઉભો થઈ શકે છે. એવામાં તેના પર બોલતાં નરિંદર કૌરે કહ્યું કે તમને ઈતિહાસ વિશે કોઈ ખબર નથી.

જોકે એમ્મા એમ કહેવા માગે છે કેતે સમયે શીખ સામ્રાજ્યનું લાહોર પર શાસન હતું તો શું આ હિસાબથી પાકિસ્તાન પણ હીરાને લઈને દાવો કરી શકે છે. આ મુદ્દા પર નરિંદર કૌરે કહ્યું કે કોહિનૂર હીરો આદિ-અનાદિકાળ અને લોહીયાળ હિંસાનું પ્રતિનિધિત્વ કરે છે. તેને ભારતને સોંપી દેવો જોઈએ. મને નથી લાગતું કે એક ભારતીય બાળકને કોહિનૂર હીરો જોવા માટે આટલી લાંબી યાત્રા કરીને બ્રિટન આવવું જોઈએ. એમ્મા વેબને આગળ એમ કહેતા સાાંભળવામં આવી કે આ કોહિનૂર હીરાને શીખ સામ્રાજ્ય દ્વારા ઈરાની સામ્રાજ્યમાંથી ચોરવામાં આવ્યો હતો.

અને ઈરાની સામ્રાજ્યે પોતાના આક્રમણમાં તેને મોગલો પાસેથી છીનવી લીધો હતો. એવામાં એમ્માનું કહેવું છે કે તેના માલિકી હકને લઈને વિવાદ છે. આ અંગે બોલતાં નરિંદર કૌરે વેબને ઈતિહાસ વાંચવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે બ્રિટનના રાજા ચાર્લ્સના રાજ્યાભિષેકના સમયે તેમની પત્ની અને રાણી કેમિલાએ કથિત રીતે કોહિનૂર હીરાથી જડેલ મહારાણી એલિઝાબેથનો મુકુટ પહેરવાનો ઈનકાર કરી દીધો છે. કોહિનૂર હીરાને ભારત પાછો લાવવાની માગણી વર્ષોથી થતી આવી છે. એવામાં હાલમાં તેને લઈને ચર્ચા ઘણી તેજ થઈ ગઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકાએ પ્રથમવાર કડવી વાસ્તવિકતા કબૂલી અને કહ્યું, “ચીન છે સમુદ્રનો બાદશાહ”?!..
Next articleશું તમે જાણો છો આ ડ્રગથી ચામડી સાવ સડી જાય છે, શું આ છે અત્યંત ચિંતાજનક!