Home દુનિયા - WORLD એલન મસ્કે ટિવટ કરી કહ્યું જો રહસ્યમય સંજોગોમાં મારું મૃત્યુ થાય તો…

એલન મસ્કે ટિવટ કરી કહ્યું જો રહસ્યમય સંજોગોમાં મારું મૃત્યુ થાય તો…

61
0

(જી.એન.એસ),તા.૧૦
મોસ્કો
વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક દરરોજ ટિ્‌વટર પર ધમાલ મચાવી રહ્યા છે. જ્યારથી એલન મસ્ક દ્વારા ટિ્‌વટર હસ્તગત કરવાની વાત સામે આવી છે ત્યારથી ટિ્‌વટર અને એલન મસ્ક બંને ચર્ચાનો વિષય બન્યા છે. મસ્કે ટિ્‌વટરને ૪૪ અબજ ડોલરમાં ખરીદવાની વાત કરી છે, તો આ ડીલ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. આજે મસ્કે ટિ્‌વટ કરીને તેના રહસ્યમય મૃત્યુની શંકા વ્યક્ત કરી છે. મસ્કે ટ્‌વીટમાં કહ્યું કે ‘જાે રહસ્યમય સંજાેગોમાં મારું મૃત્યુ થાય તો એ જાણીને સારું લાગ્યું’ જાે કે મસ્કના આ ટ્‌વીટનો અર્થ સ્પષ્ટ રીતે સમજી શકાયો નથી, પરંતુ તેને રશિયન સેના સાથે જાેડવામાં આવી રહ્યો છે. મસ્કની ટ્‌વીટને ૧ લાખ ૧૦ હજારથી વધુ લોકોએ રીટ્‌વીટ કરી છે, ૭ લાખ ૫૮ હજારથી વધુ લોકોએ લાઈક કરી છે અને લગભગ ૭૨ હજાર લોકોએ આ ટિ્‌વટ પર કમેન્ટ કરી છે. થોડા સમય પહેલા એલન મસ્કે એક પોસ્ટ શેર કરી હતી, જે કોઈ સ્ટેટમેન્ટનો સ્ક્રીનશોટ લાગે છે જે કથિત રીતે રોસ્કોસ્મોસના ડિરેક્ટર જનરલ દિમિત્રી ઓલેગોવિચ રોગોઝિને રશિયન મીડિયાને આપેલું સ્ટેટમેન્ટ હતું. આમાં રશિયાના રોગોઝિને એલન મસ્કને યુક્રેનિયન સૈન્યને કમ્યુનિકેશન ડિવાઇસ આપવા અંગે ધમકી આપી હતી. રોસ્કોસ્મોસના વડાએ કથિત રીતે રશિયન મીડિયાને જણાવ્યું હતું કે મારીયુપોલમાં મસ્કનું સેટેલાઇટ કોન્સ્ટેલેશન યુક્રેન સેનાને ઇન્ટરનેટ એક્સેસ પ્રદાન કરી રહ્યું છે. આ બંને ટ્‌વીટથી એવી અટકળો લગાવાઈ રહી છે કે મસ્કને યુક્રેનને યુદ્ધમાં મદદ કરવાને લઇને ધમકીઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા, મસ્કે ટિ્‌વટર પર કેટલાક યુઝર્સના ઉપયોગ માટે ચાર્જ લગાવવા વિશે પણ ટિ્‌વટ કર્યું હતું. મસ્ક ઘણીવાર ટિ્‌વટરની પોલિસીની ટીકા કરતા રહે છે, હવે જાેવાનું એ રહે છે કે ટિ્‌વટર ખરીદની ડીલ પૂર્ણ થયા બાદ મસ્ક ટિ્‌વટરમાં કેવી રીતે ફેરફાર કરી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરશિયાએ મેરીયુપોલને કબજે કરવા હુમલા તેજ કર્યા
Next articleએલન મસ્ક ટિવટરને અભિવ્યિકતની સ્વતંત્રતા માટે આશ્રયસ્થાન બનાવવા માંગે છે